વેરાવળમાં 350 કરોડનું ડ્ર્ગ્સ મોકલનાર ઈશાક ઉર્ફે ઈશા રાવ કોણ છે? કઈ રીતે ચલાવતો હતો નેટવર્ક- વાંચો

ગીરસોમનાથના વેરાવળમાં 350 કરોડના ડ્રગ્સ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જામનગરના જોડિયા ગામનો રહેવાસી ઈશાર ઉર્ફે ઈશા રાવ છે.એટીએસ દ્વારા જે 300 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે તે ઈશાકે મોકલ્યુ હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. ઈશાક ડ્રગ્સ રેકેટ ચલાવવા લોકલ નેટવર્ક ઉભુ કર્યુ હતુ.

વેરાવળમાં 350 કરોડનું ડ્ર્ગ્સ મોકલનાર ઈશાક ઉર્ફે ઈશા રાવ કોણ છે? કઈ રીતે ચલાવતો હતો નેટવર્ક- વાંચો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 09, 2024 | 6:40 PM

થોડા દિવસો પહેલા વેરાવળથી 350 કરોડના ડ્રગ્સ પકડાવવાના કિસ્સામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ કૌંભાડનો મુખ્ય સૂત્રધાર ઇશાક ઉર્ફે ઇશા રાવ હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સનું રેકેટ ચલાવનાર ઇશાક ગુજરાતની દરિયાઇ પટ્ટી મારફતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરી રહ્યો છે. જે 350 કરોડનું ડ્રગ્સ પકડાયું તે ડ્રગ્સ ઇશાકે મોકલેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઇશાક આ બોટના ટંડેલ સાથે સંપર્કમાં હતો અને બોટમાંથી દિલ્લી ડિલેવરી આપવા સુધીની આખી સિન્ડીકેટ તૈયાર કરી હતી. જો કે પોલીસે ઇશાકને પકડી પાડતા આખી સિન્ડીકેટનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ પોલીસની તપાસમાં ઇશાકે અત્યાર સુધીમાં ચાર જેટલા કન્સાઇનમેન્ટ પાર પાડ્યા હોવાની શક્યતા છે. જેના આધારે પોલીસ હવે તપાસ કરી રહી છે.

કોણ છે ઇશાક ઉર્ફે ઇશા રાવ

ઇશાક ઉર્ફે ઇશા રાવ મૂળ જામનગર જિલ્લાના જોડિયા ગામનો રહેવાસી છે. ઇશાક ઉર્ફે ઇશા રાવના નામથી ઓળખાતો ઇશાક 2021માં ચર્ચામાં આવ્યો હતો. એટીએસ દ્રારા જે 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું તે ઇશાકે મોકલેલ હોવાનું સામે આવ્યું હતું જેના આધારે એટીએસ ઇશાકની શોધમાં લાગી હતી. ઇશાકે ડ્રગ્સનું રેકેટ ચલાવવા માટે લોકલ નેટવર્ક ઉભું કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ડ્રગ્સ ગુજરાત અને ત્યાંથી દેશના કોઇપણ ખુણામાં મોકલવા માટે તે આખી સિન્ડિકેટ ચલાવતો હતો. છેલ્લે વેરાવળથી જે ડ્રગ્સ પકડાયું તેના મુખ્ય સૂત્રધાર તરીકે ઇશાકનું નામ સામે આવ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસના કહેવા પ્રમાણે ઇશાકનું છેલ્લું લોકેશન દક્ષિણ આફ્રિકા હોવાનું સામે આવ્યું છે. ઇશાક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાની સિન્ડિકેટમાં સામેલ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં તેને ચાર મોટા કન્સાઇનમેન્ટ પાર પાડ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ઇશાક વિરુદ્ધ ગુજરાતમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે અને તે વોન્ટેડ છે. વર્ષ 2021માં ઇશાક સામે ગુનો નોંધાયા બાદ એટીએસ અને અન્ય નેશનલ સુરક્ષા એજન્સીઓ દ્રારા તેને પકડવા માટે તપાસ હાથ ધરી હતી પરંતુ કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. હાલમાં ઇશાક ઇન્ટરનેશન માર્કેટમાં ડ્રગ્સ માફિયા તરીકે કુખ્યાત બન્યો છે.

કઇ રીતે ઉભું કર્યું ડ્રગ્સનું નેટવર્ક

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ઇશાક ઉર્ફે ઇશાએ અત્યાર સુધીમાં ચાર જેટલા મોટા કન્સાઇનમેન્ટને પાર પાડ્યા છે. જેમાંથી બે જોડિયા-સલાયા બંદર જ્યારે બે વેરાવળ બંદરથી પાર પાડવામાં આવ્યા છે. જ્યારે પણ ઇન્ટરનેશનલ દરિયાઇ બોર્ડર પરથી ડ્રગ્સનો જથ્થો આવે ત્યારથી લઇને તેને પેડલર સુધી પહોંચાડવા માટેની આખી સિન્ડિકેટ તૈયાર હોય છે. આ સિન્ડિકેટ એકબીજાને ઓળખતી નથી માત્ર વોટ્સઅપ કોલ અને લોકેશનના આધારે આ જથ્થો પહોંચાડે છે. દરેકને કામ પુરૂ થયા બાદ તેની રકમ મળી જાય છે.

મોટાભાગે આ જથ્થો દિલ્લી નાઇઝેરીયન શખ્સને પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી તેની ડિલીવરી અન્ય રાજ્યોમાં થાય છે. વેરાવળના કિસ્સામાં પણ ડિલિવરી આપનાર અને ડિલિવરી લેનાર એકબીજાને ઓળખતા ન હતા. પોલીસ તપાસમાં ઇશાકના જોડિયા અને જામનગરમાં લોકલ નેટવર્ક પણ સામે આવ્યા છે. જેમાંથી પોલીસે જામનગરથી અલ્લારખ્ખા ઉર્ફે દાદો સુમારીયાની ધરપકડ કરી હતી. આ શખ્સ ઇશાકના ઇશારે લોકલ લેવલ પર તમામ વહિવટ કરતો હોવાનું સામે આવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો.

ઇશાકે ચાર કન્સાઇનમેન્ટ પાર પાડ્યા ?

પોલીસ સૂત્રો પાસેથી એવી હકીકત સામે આવી છે કે ઇશાકે વર્ષ 2021 બાદ ગુજરાતમાં ચાર મોટા કન્સાઇનમેન્ટને પાર પાડ્યા છે. ગુજરાતના વેરાવળ અને જોડિયા બંદરેથી આ જથ્થો મોકલવામાં આવ્યો છે. આ ષડયંત્રમાં ઇશાકના પરિવારજનો પણ સામેલ છે. જેઓની હાલમાં ગુજરાત એટીએસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે. હવે આ ચાર કન્સાઇનમેન્ટ કોને અને ક્યાં પહોંચાડવામાં આવ્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ પૈકી એક કેસમાં ગુજરાત એટીએસ દ્રારા ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે બીજા ગુનાઓની ગીર સોમનાથ પોલીસ અને એટીએસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા એક્શન મોડમાં આવ્યા પરશોત્તમ રૂપાલા, રાજકોટ જનસંઘના ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">