Gir somanth: પોસ્ટ દ્વારા 1.40 લાખ ભક્તોના ઘેર પહોંચશે સોમનાથની બિલ્વ પૂજાની પ્રસાદી, અમદાવાદથી રવાના કરવામાં આવ્યો પ્રસાદ

નારણપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે દેશભરમાં મોકલવા માટેના પ્રસાદ ના એન્વેલપ ના બોક્સ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. સોમનાથ થી આવેલ પંડિતજીએ પોસ્ટ મેનોને ચંદન તિલક કરીને આ શુભ કાર્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

Gir somanth: પોસ્ટ દ્વારા 1.40 લાખ ભક્તોના ઘેર પહોંચશે સોમનાથની બિલ્વ પૂજાની પ્રસાદી, અમદાવાદથી રવાના કરવામાં આવ્યો પ્રસાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 11:48 PM

સોમનાથ મંદિર દ્વારા મહાશિવરાત્રીમાં માત્ર 21 રૂપિયા લખાવીને શિવરાત્રીએ બિલ્વ પૂજન કરવાની પહેલ કરવામાં આવી હતી. જેમાં ભાવિકો ઓનલાઇન પૂજા પણ લખાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિકોએ પૂજા નોંધાવી હતી. હવે આ પૂજાની પ્રસાદી પોસ્ટ ના સહયોગ થી 1.40 લાખ ભક્તોના ઘરે પહોચશે. અમદાવાદમા સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ ઓફીસ દ્વારા આ વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

દેશના તમામ રાજ્યોમાં મહાશિવરાત્રી પૂજા સોમનાથ મહાદેવની 21રૂ વિશેષ બિલ્વ પૂજા ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. 1.40 લાખ થી વધુ ભક્તોએ એક જ સમય માટે એક પૂજા નોંધાવી હોય તેવી વિક્રમજનક ઘટના બની હતી. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org, રેઝર-પે, somnathprasad.com, અને સોમનાથ પૂજાવિધિ કાઉન્ટર આ 4 માધ્યમો ઉપર આ વિશેષ પૂજા ભક્તો દ્વારા બુક કરવામાં આવી હતી. ત્યારે દેશ વિદેશમાં વસતા દરેક ભક્તને સોમનાથ મહાદેવનો કૃપા પ્રસાદ અચૂક મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ તૈયારીઓ કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજા બુક કરનાર ભકતોએ આપેલા સરનામાં પર એક એન્વેલપ મોકલવામાં આવશે જેમાં પૂજા નોંધવા બદલ સન્માન પત્ર, રુદ્રાક્ષ, ભસ્મ પ્રસાદ, અને બિલ્વપત્રનો નમન સ્વરૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની લાખો પ્રસાદ કીટ સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્વયંસેવકો દ્વારા સતત તૈયાર કરવામાં આવી છે. જેથી ભકતોને વેહલામાં વેહલી તકે મહાદેવનો કૃપા પ્રસાદ પહોંચી શકે.આ પ્રસાદ પહોંચાડવા ટ્રસ્ટ દ્વારા વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્ક ભારતીય પોસ્ટ ને માધ્યમ તરીકે પસંદ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજ્યના પોસ્ટ માસ્ટર જનરલ નીરજકુમાર ને નારણપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા દેશભરમાં પૂજા બુક કરનાર શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરેલ પ્રસાદના એન્વેલપ ના બોક્સ સોંપવામાં આવ્યા હતા. પોસ્ટ વિભાગ દ્વારા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કાર્યમાં પોસ્ટને જોડવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસને વિશેષ રૂપે શણગારવામાં આવી હતી. ઢોલ શરણાઈ ના નાદ સાથે આ પ્રસાદનું હસ્તાંતરણ કરાયું હતું.

આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ એ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ 21 રૂપિયામાં બિલ્વ પૂજા વિશે સૌને માહિતી આપી હતી. અને આ પ્રસાદ પહોંચાડવાનું કાર્ય એ દેશભરમાં વસતા ભકતો ને મહાદેવ સાથે જોડવાનું કાર્ય છે તેમ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના પોસ્ટ માસ્ટર જનરલ નીરજ કુમારે આ કાર્ય પોસ્ટ વિભાગને મળવું એ દૈવીય સંકેત ગણાવ્યો હતો. નીરજ કુમારે તમામ પોસ્ટમેનને સાથે મળીને આ કાર્ય ઈશ્વરે સોંપેલું કાર્ય છે. આ કાર્ય આપણું પોતાનું કાર્ય છે તેમ માનીને સત્વરે પ્રસાદ વિતરણમાં સક્રિય થવા નિર્દેશ કર્યા હતા.

નારણપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે દેશભરમાં મોકલવા માટેના પ્રસાદ ના એન્વેલપ ના બોક્સ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા. સોમનાથ થી આવેલ પંડિતજીએ પોસ્ટ મેનોને ચંદન તિલક કરીને આ શુભ કાર્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના સચિવ અને રાજ્યના મુખ્ય પોસ્ટ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને પોસ્ટમેનોને બિલ્વ પૂજાના પ્રસાદ વિતરણ કાર્ય માટે પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસાદની પ્રથમ બેચના પ્રસાદના એન્વેલપ પોસ્ટ વિભાગ દ્વારા દેશ ભરમાંથી પૂજા બુક કરનાર શ્રદ્ધાળુઓના સરનામાં પર સુચારુ રૂપે પહોંચવામાં આવશે.

વિથ ઇનપુટ, યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">