Maha Shivratri 2023: સોમનાથમાં 1 લાખથી વધુ શિવભક્તોએ નોંધાવી ઓનલાઇન બિલ્વપત્ર પૂજા, શિવાલયોમાં વહેલી સવારથી હર હર મહાદેવનો જયઘોષ 

આજે વહેલી સવારથી જ શિવાયલો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યાં હતા અને શિવમય બન્યા. સોમનાથમાં પણ મહાશિવરાત્રિનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

Maha Shivratri 2023: સોમનાથમાં 1 લાખથી વધુ શિવભક્તોએ નોંધાવી ઓનલાઇન બિલ્વપત્ર પૂજા, શિવાલયોમાં વહેલી સવારથી હર હર મહાદેવનો જયઘોષ 
Somnath Jyotirling
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 9:05 AM

દેવાધિદેવના વિશેષ પૂજનનો દિવસ એટલે મહા શિવરાત્રીનું પર્વ, આજના દિવસે ભાવિક ભક્તજનો વહેલી સવારથી ગીર સોમનાથ ખાતે આવેલા સ્વ્યંભૂ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા. સોમનાથ ઉપરાંત પણ રાજ્યભરના શિવાલયોમાં શિવરાત્રીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના માર્ગો જય સોમનાથના નાદથી ગુંજી ઊઠયા, એટલું જ નહીં સોમનાથ આવતા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો અને દિવ્યાંગો સરળતાથી આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનશે.

સાથે સાથે ઓનલાઇન તથા ઓફલાઇન પૂજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એક લાખથી વધુ શિવભક્તોએ ઓનલાઇન બિલ્વપૂજા નોંધાવી છે. એટલું જ નહીં ભક્તો ઘરે બેઠા મહાદેવનાં દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આજે વહેલી સવારથી જ શિવાયલો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યાં હતા અને શિવમય બન્યા. સોમનાથમાં પણ મહાશિવરાત્રિનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથમાં 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી લઇ સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. તો દિવસ દરમિયાન ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન, શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથમાં શિવરાત્રી પૂજનનો કાર્યક્રમ

સોમનાથમાં મહાશિવરાત્રીના દિવસભરના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 8.30 કલાકે પ્રથમ ધ્વજારોહણ અને મહામૃત્યુંજય યજ્ઞ

ત્યારબાદ સવારે 9 કલાકે મંદિર પરિસરમાં પાલખીયાત્રા નીકળશે.

પાલખીયાત્રા નીકળ્યાં બાદ બપોરે 12 કલાકે મધ્યાન્હ આરતી કરાશે.

બપોરે 12.30 કલાકે શોભાયાત્રા નીકળશે.

સાંજે 4થી 8.30 વાગ્યા સુધી ભક્તો શ્રૃંગાર દર્શન કરી શકશે.

સાંજે 7 કલાકે સાયં આરતી કરાશે..તો રાત્રે 9.30 કલાકે પ્રથમ પ્રહર આરતી કરાશે.

રાત્રે 12.30 કલાકે દ્વિતીય પ્રહર આરતી કરાશે.

મધ્યરાત્રે 3.30 કલાકે તૃતીય પ્રહર આરતી થશે.

જ્યારે 19 ફેબ્રઆરી સવારે 5.30 કલાકે ચતુર્થ પ્રહર આરતી કરવામાં આવશે

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">