Gir Somnath: માછીમારીની સિઝન થઈ ટૂંકી, માછીમારો મંદીમાં સપડાતા બોટ વેચીને અન્ય ધંધા તરફ વળ્યા
2019માં 60 રૂપિયા લીટર ડીઝલની ખરીદી કરી માછીમારો માછીમારી કરતા હતા, પરંતુ હવે બોટ માલિકોને 100 રૂપિયા ડીઝલ પરવડતું નથી અને જો ખરીદી કરી દરિયામાં માછીમારી કરવા જાય તો કિનારા પર આવ્યા બાદ માછલીના યોગ્ય ભાવ મળતા નથી. ત્યારે સરકારને વર્ષોથી રજૂઆત કરતા કોઈ ઉકેલ ન આવતા હવે હજારો માછીમારોની રોજગારી છીનવાઈ રહી છે.
ગીર સોમનાથમાં આવેલા ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ બંદર વેરાવળના માછીમારો કોરોનાકાળ બાદ ફરીથી એકવાર મંદીનો માર ઝેલી રહ્યા છે. ડીઝલમાં સતત ભાવ વધારો સહિતની સમસ્યાઓને લઈ માછીમારી ઉદ્યોગની કમર ભાંગી છે. દરિયામાંથી પૂરતી માછલી ન મળતા અને અયોગ્ય ભાવના લીધે વેરાવળના માછીમારો દેવામાં ડૂબ્યા છે. જેથી માછીમારો બોટો ભંગારમાં વહેંચી અન્ય ધંધા તરફ વળ્યા છે. વેરાવળ બંદર પર 5 હજારથી વધુ બોટો આવેલી છે, પરંતુ એક્સપોર્ટમાં રોકાયેલા રૂપિયા સહિત વિવિધ કારણોના લીધે માર્ચ મહિના સુધી ચાલતી માછીમારોની સિઝન હવે ટૂંકી થવા લાગી છે. જેથી 70 ટકા જેટલી બોટો વહેલી બંધ કરવાની ફરજ પડી છે.
2019માં 60 રૂપિયા લીટર ડીઝલની ખરીદી કરી માછીમારો માછીમારી કરતા હતા, પરંતુ હવે બોટ માલિકોને 100 રૂપિયા ડીઝલ પરવડતું નથી અને જો ખરીદી કરી દરિયામાં માછીમારી કરવા જાય તો કિનારા પર આવ્યા બાદ માછલીના યોગ્ય ભાવ મળતા નથી. ત્યારે સરકારને વર્ષોથી રજૂઆત કરતા કોઈ ઉકેલ ન આવતા હવે હજારો માછીમારોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે આ જ માછીમારો સરકાર પાસે આશ રાખી બેઠા છે કે તંત્ર કયારે હવે આ અંગે અસરકાર પગલાં લેશે.
દેવભૂમિ દ્વારકાના માછીમારોએ ડીઝલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો પત્ર
દેવભૂમિ દ્વારકાના આર. કે. બંદર, ડાલડા બંદર ઉપર કામ કરતા 33 હજાર માછીમારોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, કેમ કે ડીઝલના ભાવ તેમને બજાર ભાવ કરતાં 3.70 રૂપિયા વધારે ચુકવવા પડે છે, હવે આવું કેમ તે સવાલ ઉભો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામ નજીક આવેલા આર. કે. બંદર, ડાલડા બંદર પર 33 હજાર માછીમાર રોજીરોટી મેળવી રહ્યા છે, પરંતુ હાલ તેમની ફિકર એ છે કે બોટમાં તેઓ જે પેટ્રોલ ભરાવે છે તેનો ભાવ 3 રૂપિયા 70 પૈસા વધારે ચુકવવો પડે છે, જ્યારે બજાર ભાવ સસ્તો છે, માછીમાર ભાઈઓની માગ છે કે તેમને માછીમારી માટે મુક્ત બજારમાંથી ડીઝલ મળી રહે, તે માટે તેમણે મુખ્યપ્રધાન સુધી લેખિત રજૂઆત કરી છે.
હાલના ભાવ પ્રમાણે અંદાજિત 7 લાખ રૂપિયા વધુ જાય છે
હાલ જે ભાવે સાગરખેડૂઓને ડીઝલ મળે છે, તે જોતા તેમને કરોડો રૂપિયા વધારે ચુકવવા પડી રહ્યા છે આ બાબતનું કારણ એ છે કે રોજ રોજ 200 જેટલી બોટ ડીઝલ ભરાવવા આવે છે અને એક બોટમાં 2થી 3 હજારનું ડીઝલ જાય છે તેમાં અંદાજીત રોજના બે લાખ લીટર ડીઝલનો વપરાશ થાય છે અને એક લીટરે 3.70 પૈસા ભાવ વધારો ગણવામાં આવે તો એ ગણતરી પ્રમાણે દરરોજ 7 લાખ 40 હજાર રૂપિયા વધારે ચુકવવાના થાય છે.