Cyclone Biporjoy: સોમનાથ ટ્રસ્ટ બન્યુ નિરાધારનો આધાર, અસરગ્રસ્તોને 10 હજારથી વધુ ફુડ પેકેટનું કર્યુ વિતરણ

Gir Somnath: બિપરજોય વાવાઝોડા દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાંથી કાંઠા વિસ્તારના અનેક લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. આ કપરી સ્થિતિમાં જરૂરતમંદોની મદદ માટે સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 10 હજારથી વધુ ફુટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 9:52 PM

કોઈપણ કુદરતr આપત્તિ પૂર, ભૂકંપ કે વાવાઝોડાની સ્થિતિ હોય સોમનાથ ટ્રસ્ટ હંમેશા જનસેવા માટે તત્પર રહેતુ હોય છે. તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની (Cyclone Biporjoy) કપરી સ્થિતિમાં જરૂરતમંદો અને અસરગ્રસ્તોની મદદ માટે સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યુ હતુ. બિપરજોય વાવાઝોડામાં સોંમનાથ ટ્રસ્ટ નિરાધારનો આધાર બન્યુ અને જિલ્લામાં 10 હજારથી વધારે ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ. આશ્રય સ્થાનોમાં ભોજન આપવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકામાં 9000 અને વેરાવળમાં 1200થી વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર થયેલા લોકો માટે સવાર સાંજ પર્યાપ્ત ભોજન મોકલવામાં આવ્યુ હતુ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ શહેરમાં ફુડ પેકેટ, અને ભોજન વિતરણમાં સેવાયજ્ઞમાં RSSના સ્વયંસેવકો પણ જોડાયા હતા.

દેવભૂમિ દ્વારકામાં 9000 અને વેરાવળમાં 1200 થી વધુ ફૂડ પેકેટ વિતરણ કરાયું

કોઈપણ પ્રાકૃતિક આપદામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ હંમેશા જન સેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય ચક્રવાતના ગંભીર સમયમાં જન સેવાના કાર્યો સતત શરૂ રાખ્યા હતા.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં કરી વાવાઝોડા પૂર્વે 5000 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. અને વાવાઝોડા બાદ અસરગ્રસ્તો માટે વધુ 4000 જેટલા ફૂડ પેકેટ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રને પહોંચાડવામાં આવ્યા હતા જેનું તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્થળાંતરિત લોકો માટે સવાર સાંજનું પર્યાપ્ત ભોજન મોકલવામાં આવ્યું

બિપરજોય વાવાઝોડાના તોફાની પવનો વચ્ચે વેરાવળ પંથકના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોની ક્ષુધા સંતોષવા સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે બૂંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા RSSના સ્વયંસેવકોની મદદથી પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવાર સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અલગ અલગ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી કે કાચા મકાનોમાં રહેતા જરૂરિયાત મંદોને શોધીને તેમને સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે બુંદી અને ગાંઠિયાના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. અને તેઓને કોઈપણ પરિસ્થિતિમાં પૂરતો સહયોગ આપવા માટે તૈયારી બતાવવામાં આવી હતી. કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર કરાયેલા લોકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવાર અને સાંજ બંને સમયનું ભરપેટ ભોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના હાથે મોકલવામાં આવ્યું હતું. મહાદેવ નો મહાપ્રસાદ વિતરણ કરેલુ હતુ.

આ પણ વાંચો : Gujarati Video : દ્વારકા અને ગીર સોમનાથના દરિયામાં ભરતીના કારણે બોટને નુકસાન, ચાર હજારથી વધુ બોટ કિનારે લાંગરી દેવાઇ

આવી રીતે ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ “સર્વજન સુખાય, સર્વજન હિતાય”, ના ધ્યેય સાથે સતત જનકલ્યાણની જ્યોત જલાવી રહ્યું છે. અને કોઈપણ આપદામાં લોકોની તમામ સંભવિત મદદ કરવામાં મોખરે રહ્યું છે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">