ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા, વિધાનસભામાં મંત્રી મુળુ બેરાએ આપી માહિતી

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય અભિલેખાગારના સંયુક્ત ઉપક્રમે પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે, બંને વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા છે.વિધાનસભા સ્તરમાં મંત્રી મુળુ બેરાએ આ અંગેની માહિતી આપી હતી.

ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા, વિધાનસભામાં મંત્રી મુળુ બેરાએ આપી માહિતી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 29, 2024 | 1:38 PM

કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય અભિલેખાગારના સંયુક્ત ઉપક્રમે પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે, બંને વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજિટાઇઝ કરી દેવાયા છે.વિધાનસભા સ્તરમાં મંત્રી મુળુ બેરાએ આ અંગેની માહિતી આપી હતી.

ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે, કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી સાથે ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ થયા છે. જેમાં 19 વિદ્યાર્થી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. તે પ્રત્યેક વિદ્યાર્થીઓને તાલીમમાં 12 હજાર રુપિયા લેખે સ્ટાઈપન્ડ ચુકવવામાં આવે છે.

મંત્રી મુળુ બેરાએ ઉમેર્યું કે, ગુજરાતમાં અભિલેખાગારની 6 કચેરીઓ આવેલી છે. જે પૈકીની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજીટાઇઝ કરી દેવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે, તેમાં સ્કીલ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ડિજીટલ ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે અભિલેખાગારમાં પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી વિદ્યાર્થીઓને ભણતર સાથે રોજગારી પણ પ્રાપ્ત થાય તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો-દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત “કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી”ની સ્થાપના ઓક્ટોબર-2021થી કરવામાં આવી છે. જેમા યુવા પેઢીને રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ પુરુ પાડવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી ઓનલાઈન મળી શકે એ હેતુથી www.kaushalyaskilluniversity.ac.in નામની વેબસાઈટ અને ખાસ એડ્મીશન પોર્ટલ શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે શરુ કરવામા આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">