ગુજરાત સરકારે સામાન્ય લોકોને રાહત આપતી બે મોટી જાહેરાત કરી , વાંચો વિગતે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરેલી છે.

ગુજરાત સરકારે સામાન્ય લોકોને રાહત આપતી બે મોટી જાહેરાત કરી , વાંચો વિગતે
Gujarat Cm Bhupendra Patel (File photo)
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 20, 2023 | 6:46 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના “જાહેર કરેલી છે. આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના  બે નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે.

વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ 100  ટકા માફ કરી દેવાશે

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ 100  ટકા માફ કરી દેવાશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ ની વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦ ટકા રિબેટ અપાશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભરવાપાત્ર વેરાની રકમ  ૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે.

આવા વેરાની એડવાન્સ રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને ૧પ ટકા રિબેટ વર્ષ ર૦ર૩-ર૪ના ભરવાપાત્ર વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.

આ પણ વાંચો :  Video : રાજકોટમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">