Gandhinagar: કલોલ APMCના હોલસેલ રિટેલના શાક માર્કેટના વેપારીઓ પ્રાથમિક સુવિધાના અભાવના કારણે બેહાલ
કલોલ નગરપાલિકા અને APMC ની ઉદાસીનતાના કારણે લોકો ગંદકીમાં ચાલવા મજબુર બન્યા છે, ત્યારે તંત્રને વર્ષોથી રજુઆત કરવા છતાં પણ હજુ સુધી એમના પ્રશ્નોનું કોઇપણ નિરાકરણ આવ્યું નથી. રોડ રસ્તા પીવાનું પાણી, ટોયલેટ, સ્ટેટ લાઈટ સહિત કચરા લેવા અંગે પણ કોઈ સુવિધાઓ નથી.
ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલ APMC નું હોલસેલ અને રિટેલ શાકભાજી માર્કેટ (Vegetable market) માં રોજ સ્થાનિક હોલસેલ વેપારીઓ સહિત હજારો ખેડૂતો અને સામાન્ય જનતા આવતી હોય છે, પણ કલોલ નગરપાલિકા (Municipality) અને APMC ની ઉદાસીનતાના કારણે લોકો ગંદકીમાં ચાલવા મજબુર બન્યા છે, ત્યારે તંત્રને વર્ષોથી રજુઆત કરવા છતાં પણ હજુ સુધી એમના પ્રશ્નોનું કોઇપણ નિરાકરણ આવ્યું નથી. રોડ રસ્તા પીવાનું પાણી, ટોયલેટ, સ્ટેટ લાઈટ સહિત કચરા લેવા અંગે પણ કોઈ સુવિધાઓ નથી. અહીંયા આશરે 150 જેટલા હોલસેલ અને રિટેલ વેપારીઓ સાથે આસપાસના તાલુકાના ખેડૂતો સહિત લેબરો પણ કામ કરી રહ્યા છે, પણ અહીંયા તંત્ર દ્વારા કોઈપણ કામગીરી થઈ નથી રહી. સમગ્ર બાબતે tv9 એ વેપારીઓની રજુઆત સાંભળી હતી.
વેપારીઓએ જણાવ્યું કે વર્ષોથી APMC શાક માર્કેટમાં દુકાન ધરાવીએ છીએ. તમામ વેપારીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. કોઈપણ રોડ રસ્તા બન્યા નથી. રોજ 2થી 3હજાર લોકો અવરજવર કરી રહ્યા છે. અમને અમારા સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. APMC અને નગરપાલિકા અમારી વાત ને ધ્યાન માં લે. અમારી એક જ રજૂઆત ગદકીની દૂર કરવાની છે. રોગચાળો ફાટી નીકળવાની ચિંતા રહે છે અમે નગરપાલિકા અને APMC માં ટેકસ નિયમિત ટેકસ ભરીએ છીએ પણ નગર પાલિકા કોઈપણ જવાબદારી લેવા તૈયાર નથી APMC માં કોઈ રજૂઆત સભળી નથી રહ્યું ખુબજ ગંદકી છે.
છેલ્લા 22 વર્ષથી અહીંયા ધંધો કરી રહ્યા છીએ અહીંયા ગાયો નો ત્રાસ ,લાઈટ ની ટોયલેટ સહિત નું કોઈપણ સુવિધાઓ નથી નગરપાલિકા એવું કહી રહી છે કે તમે APMCમાં જાઓ અમે ગંદકીને કારણે લોકો આવી શકતા નથી અને માલ વેચાઈ શકતો નથી અમારે 20રૂપિયા કિલો વાળી વસ્તુ 4 રૂપિયો કિલો વેચવી પડે છે અમારો વેપાર ઓછો થઈ ગયો છે પડવાની બીકનાં કારણે મજૂરો આવી શકતા નથી.
હું છેલ્લા 30 વર્ષથી અહીંયા પેઢી ધરાવું છું. નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત મિશન સામે અમે કેટલી ગંદકીમાં રહીએ છીએ. અમે માર્કેટ યાર્ડ અને મ્યુનિસિપાલિટીમાં ટેકસ ચૂકવીએ છીએ પણ અમને સુવિધાઓ મળી નથી. ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી. ટોયલેટ માટે 2કિલોમીટર દૂર જવું પડે છે. સવારે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમે અહીંયા હોઈએ છીએ. એક કામદારે જણાવ્યું કે હું અહીંયા છેલ્લા 10વર્ષથી નોકરી કરુ છું. અહીંયા ટોયલેટ જેવી સુવિધાઓ પણ નથી. અહીંયા ચોમાસામાં ખુબજ ગંદકી હોય છે. પાણીનાં કારણે ખુબ જ તકલીફ પડે છે. લેબર લપસીને પડી જાય છે.અનેક લેબરનાં હાથ પગમાં ફેક્ચર થાય છે.