Gir Somnath: તાલાલાના હીરણવેલ ગામે વનવિભાગે ગૈશાળા તોડી નાખતાં સિહ પરિવારે ચાર ગાયોનું મારણ કર્યું, લોકોમાં ભારે આક્રોષ

તાલાલાના હિરણવેલ ગામની ગૌ શાળા પર ભર ચોમાસામાં વનવિભાગનું બુલડોઝર ફર્યુ હતું. ગ્રામજનો દ્વારા ગૌશાળા માટે છાપરું બનાવવામાં આવ્યું હતું. જેની સામે વન વિભાગે વાંધો ઉઠાવ્યો હતો.

Gir Somnath: તાલાલાના હીરણવેલ ગામે વનવિભાગે ગૈશાળા તોડી નાખતાં સિહ પરિવારે ચાર ગાયોનું મારણ કર્યું, લોકોમાં ભારે આક્રોષ
Heeranvel village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 11:26 AM

ગીર સોમનાથ (Girsomnath) જિલ્લામાં  તાલાલા (Talala) ના ગીર બોર્ડરના હિરણવેલ ગામે થોડા દિવસ પહેલા વનવિભાગે નિરાધાર ગાયો (Cow) ની ગૌશાળા તોડીનાખી હતી. તે બાદ ચાર દિવસની અંદર ચાર નિરાધાર ગાયોનું સિંહ (Lion) પરીવાર દ્વારા મારણ કરવામા આવ્યું છે. ગતરાતે પણ એક ગાયનું સિંહ પરિવાર દ્વારા મારણ કરવામાં આવતાં ગામમાં ભય સાથે વનવિભાગ સામે આક્રોશનો માહોલ છે અને વનવિભાગ સામે ઊગ્ર લડત કરવા ગામલોકોએ નિર્ણય કર્યો છે. તાલાલા નજીકના હિરણવેલ ગામે નિરાધાર ગાયોના રહેવા માટે ગામને સીમાડે લોક ફાળો કરી બનાવેલી લગભગ 70 વર્ષ જૂની ગૌશાળાના શેડમાં ભર ચોમાસામાં વન વિભાગ દ્વારા ડિમોલેશન કરીને ગૌશાળાને જમીન દોસ્ત કરતા ગામ લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને હવે તેઓ વન વિભાગ સામે લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. ગામ લોકોએ કલેકટરને આવેદન પણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાલાલાના હિરણવેલ ગામની ગૌ શાળા પર ભર ચોમાસામાં વનવિભાગનું બુલડોઝર ફર્યુ હતું. ગ્રામજનો દ્વારા ગૌશાળા માટે છાપરું બનાવવામાં આવ્યું હતું. જેની સામે વન વિભાગે વાંધો ઉઠાવ્યો હતો. 4 લાખના ખર્ચે બનાવેલી ગૌશાળા બચાવવા ગ્રામજનોએ વિનંતી કરી પણ વન વિભાગ ન માન્યું અને હથિયારધારી પોલીસનો કાફલો ઉતારી ગૌશાળામાં બુલડોઝર ફેરવ્યું હતું. આ ગૌશાળા તોડી નાખવામાં આવતાં ગૌ ભક્તો અને હિન્દૂ ધર્મ પ્રેમી લોકોમાં રોષની લાગણી છે. આ મુદ્દે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું છે.

આ પણ વાંચો

હીરણવેલ ગામ પાસે ગાયોનો આશરો વન વિભાગે છીનવી લેતા ગ્રામજનો ચાર ટ્રેક્ટરો ભરી ઈણાજ જિલ્લા કલેકટર પાસે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ આવેદન આપી હક્કિત જણાવતા જિલ્લા કલેકટર પણ બોલી ઉઠ્યા હતા કે, આ ઘાસચારાનું ગોડાઉન આ લોકોને નડ્યું? તાલાલાનું હિરણવેલ ગામ ગીર પશ્વિમની તાલાલા રેન્જ હેઠળ આવે છે. પણ ગૌમાતાના ગોડાઉનનું ડિમોલીશન કરવા દેવળીયા રેન્જે કામગીરી કરી તેમાં પણ દેવળીયા રેન્જ મેંદરડા તાલુકામાં આવે તો મેંદરડા પોલીસનો બંદોબસ્ત લેવાના બદલે તાલાલા પોલીસનો બંદોબસ્ત મેળવી ગોડાઉન તોડી પડાયું હતું. ભરચોમાસામાં ગૌશાળા તોડી પાડવામાં આવતાં ગાયો સિહંનો શિકાર બની રહી છે. આ કારણે ગામલોકોનો વનવિભાગ પર રોષ વધુ વ્યાપ્યો છે અને હવે નવ વિભાગ સામે લડી લેવાના મુડમાં આવ્યા છે.

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">