Gandhinagar: ગુજરાતમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 810

|

Mar 20, 2023 | 9:08 PM

નવસારીમાં 02, અમરેલી 01, અરવલ્લીમાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, પોરબંદર 01, સુરેન્દ્રનગરમાં 01, વલસાડમાં 01 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 48 દર્દી સાજા થયા છે.

Gandhinagar: ગુજરાતમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 810

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જેમાં 20 માર્ચના રોજ નવા 118 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 810એ પહોંચ્યા છે. અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12, વડોદરામાં 7, સાબરકાંઠામાં 5, વડોદરા ગ્રામ્યમાં 5, મહેસાણામાં 03, રાજકોટ જિલ્લામાં 3 , અમદાવાદ જિલ્લામાં 02 કેસ તથા આણંદમાં 02 , ભાવનગર કોર્પોરેશનમાં 02, મહિસાગરમાં 02, નવસારીમાં 02, અમરેલી 01, અરવલ્લીમાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, પોરબંદર 01, સુરેન્દ્રનગરમાં 01, વલસાડમાં 01 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 48 દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝા ઈન્ફેક્શન એક સાથે થઈ શકે છે, પરંતુ આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. હા, પરંતુ જો કોઈ વ્યક્તિ આ બંને વાયરસથી એકસાથે સંક્રમિત થાય છે, તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેનાથી બચવાનો ઉપાય એ છે કે જો ત્રણ દિવસથી વધુ સમયથી ઉધરસ, શરદી કે તાવની ફરિયાદ રહે તો ડોક્ટરને બતાવો.

 

કેવી રીતે બચાવ કરવો

1. માસ્ક પહેરો

2. ભીડવાળા વિસ્તારોમાં ન જાઓ

3. હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો

4. ફલૂના લક્ષણો ધરાવતા દર્દીના સંપર્કમાં ન આવો

Next Article