Breaking News: ગાંધીનગર પાસેના દશેલા ગામે તળાવમાં કાર ખાબક્તા 4 લોકોના મોત, કાર અને એક વ્યક્તિની શોધખોળ ચાલુ

Gandhinagar: ગાંધીનગર પાસેના દશેલા ગામે કાર તળાવમાં ખાબક્તા 4 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કાર અને એક વ્યક્તિની શોધખોળ હજુ શરૂ છે.

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 19, 2023 | 6:53 PM

Gandhinagar: ગાંધીનગર પાસેના દશેલા ગામે કાર તળાવમાં ખાબક્તા 4 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કાર અને એક વ્યક્તિની શોધખોળ હજુ શરૂ છે.

24 કલાક બાદ કારનો પત્તો લાગ્યો

ગણેશ ચતુર્થીના દિવસે જ દશેલા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. 5 લોકો ભરેલી કાર દશેલા ગામે તળાવમાં ખાબકી હતી. જેમા 4 લોકોના ડૂબવાથી મોત નિપજ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. હાલ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ હાથ ધરાઈ છે. તેમની ઓળખ થતા જ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે. સોમવારથી આ કાર મિસિંગ હતી અને શોધખોળ ચાલી રહી હતી. જેનો 24 કલાક બાદ પત્તો લાગ્યો છે. ચિલોડા નજીક આવેલા દશેલા ગામમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે હજુ એક વ્યક્તિનો પતો લાગ્યો નથી. તેની શોધખોળ શરૂ છે.

આ પણ વાંચો: Jamnagar: તંત્રની બેદરકારીના પાપે મોરકંડા ગામમાં નવી બનેલી આંગણવાડી બની ખંડેર, 9 વર્ષથી લાગેલુ છે અલીગઢી તાળુ઼

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates