Bharuch Rain: ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર, પૂરનું સંકટ ટળ્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરાવી, જુઓ Video
નર્મદા નદીના પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી હાથ ધરી છે. સફાઈ અને રોગચાળાને દૂર રાખવાની કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સફાઈકર્મીઓની ટીમો ઉતારવામાં આવી છે. ગાંધીબજાર, દાંડિયાબજાર અને ધોળીકુઇના વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
Bharuch Rain : ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાંથી પૂરનું (Flood) સંકટ ટળ્યું છે. તો બીજી તરફ પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી શરૂ કરાવી છે. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. પૂરના કારણે કરોડોનું નુકસાન થયુ હોવાનું અનુમાન છે. જો કે, નર્મદા નદી હજુ તેની ભયજનક જળસપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે.
નર્મદા નદીના પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ કામગીરી હાથ ધરી છે. સફાઈ અને રોગચાળાને દૂર રાખવાની કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સફાઈકર્મીઓની ટીમો ઉતારવામાં આવી છે. ગાંધીબજાર, દાંડિયાબજાર અને ધોળીકુઇના વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. તો અંક્લેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં પશુઓના મોત પણ થયા છે. દીવારોડ ઉપર એક જ ફાર્મમાં 50થી વધુ પશુના ડૂબી જવાથી મોત થયા છે.
Latest Videos