ગુજરાતમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ પૂર્વે કેટલાક મંત્રીઓના કેબિન ખાલી કરાયા

ગાંધીનગરસ્વર્ણિમ સંકુલમાંથી મંત્રીઓની ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર પરમારની કેબિન ખાલી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 1:36 PM

ગુજરાત(Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નવા મંત્રીમંડળ માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જો કે એક તરફ નવા કેબિનેટ પ્રધાનો કોણ બનશે તેની ચર્ચા થઈ રહી છે. ત્યારે ગાંધીનગર(Gandhinagar)સ્વર્ણિમ સંકુલમાંથી મંત્રીઓની ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર પરમારની કેબિન ખાલી કરવામાં આવી છે.

કેબિનેટ ફેરબદલ પૂર્વે જ ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તેમજ લોકો ચર્ચા છે કે જે પ્રધાનોની ઓફિસ ખાલી કરવામાં આવી છે તેમના પત્તા કપાવાની સંભાવના વધુ છે.

આ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથ વિધિ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી છે…આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.

રાજ્યમાં નવા પ્રધાનમંડળની રચના માટેની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. નવા પ્રધાનમંડળની રચના માટે રાજ્યના પ્રભારી તેમજ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવે ભાજપ નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી છે. ભુપેન્દ્ર યાદવે સવારથી જ રાજ્યના પૂર્વ પ્રધાનો તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ પણ વાંચો : Health : ભારતમાં સિંગલ ડોઝની વેક્સીન માટે આશાનું કિરણ, સ્પુટનિક લાઈટના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી

આ પણ વાંચો : Junagadh : ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માણાવદરના અનેક ગામો બેટમાં ફેરવાયા

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">