રાજ્ય સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ, વિજ્ઞાનનો વ્યાપ વધારવા નમો સરસ્વતી યોજના માટે 400 કરોડ ફાળવાશે

રાજ્ય સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિજ્ઞાન ક્ષેત્રે યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધશે. આ યોજના માટે કુલ 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત નમો લક્ષ્મી યોજનાના નવતર અભિગમ થકી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન મળશે. આ યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ, વિજ્ઞાનનો વ્યાપ વધારવા નમો સરસ્વતી યોજના માટે 400 કરોડ ફાળવાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 6:08 PM

રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા યુક્ત પરિવર્તન કરવાની દિશાના અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ કરવા માટે ઉચ્ચ માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. સરકારી શાળાઓમાં 15 હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પુરુ કરવામાં આવ્યુ છે. જ્યારે 15 હજારથી વધુ ઓરડાઓનુ કામ પ્રગતિ હેઠળ છે.

65 હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવ્યા છે અને બીજા 45 હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. વધુમાં 6 હજાર શાળાઓમાં 1 લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવ્યા છે અને બીજી 15 હજાર શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.

પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ 2023-24ની બજેટ જોગવાઇમાં 11,463 કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે 55,114 કરોડ કરવામાં આવી છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

  •  સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ સહાય આપવા 1250 કરોડની જોગવાઇ
  •  ધોરણ-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘નમો સરસ્વતી યોજના’ હેઠળ સહાય માટે 250 કરોડની જોગવાઇ
  •  મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 3000 કરોડની જોગવાઇ
  •  હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્‍સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ
  • માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12 ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે 260 કરોડની જોગવાઇ વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઇ

આ પણ વાંચો: Gujarat Budget 2024 :ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરાશે, બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

  •  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 400 કરોડની જોગવાઇ
  •  મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીનીઓને સહાય આપવા 160 કરોડની જોગવાઇ
  •  બિન આદિજાતિ વિસ્તારની 08 અને આદિજાતિ વિસ્તારની 02 એમ કુલ 10 નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે `૧૩૪ કરોડની જોગવાઇ
  •  રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે 101 કરોડની જોગવાઇ
  •  શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા 40 કરોડની જોગવાઇ
  •  મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા 30 કરોડની જોગવાઇ
  •  માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત 30 કરોડની જોગવાઇ
  •  સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા 198 કરોડની જોગવાઈ
  •  સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત I-Hub ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે 42 કરોડની જોગવાઈ
  •  સરકારી ડીગ્રી ઈજનેરી/પોલીટેકનીક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે 35 કરોડની જોગવાઈ
  •  ફ્યુચરિસ્ટિક તેમજ ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા 10 કરોડની જોગવાઈ

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">