દ્વારકાના જામસલાયામાં ચોતરફ સિંહણ નદીના પાણી ફરી વળતા જળબંબાકાર, 4 દિવસથી સ્થાનિકો પાણીમાં જીવવા લાચાર- Video
દ્વારકામાં ખાબકેલા અનરાધાર વરસાદને પગલે જામસલાયા ગામની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ગામના 100 જેટલા ઘરો જળમગ્ન બન્યા છે. 4 દિવસથી લોકો વરસાદી પાણીમાં જીવવા મજબુર બન્યા છે. સમગ્ર વિસ્તારમાં સિંહણ નદીના પાણી ફરી વળતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
દેવભૂમિ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સિંહણ નદીના પાણી ગામમાં ફરી વળતા સ્થળ ત્યાં જળની સ્થિતિ પ્રવર્તી રહી છે. 4 દિવસથી લોકો વરસાદી પાણીમાં જીવવા મજબુર બન્યા છે. ગામના 100 જેટલા ઘરો જળમગ્ન બન્યા છે. 15 દિવસ સુધી પાણી નથી ઓસરતા તેવો સ્થાનિકોનો દાવો છે તંત્રએ કોઈપણ પ્રકારની મદદ ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સિંહણ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ સમગ્ર ગામમાં ફરી વળ્યો છે. ત્રણ દિવસ પહેલા અહીં આનાથી પણ વધુ પાણી હતુ. તમામ ઘરો હાલ બંધ ભાસી રહ્યા છે. લોકોને સલામત સ્થળે રેસક્યુ કરવામાં આવ્યા છે. હાલ પાણી થોડુ ઓસર્યુ છે.
જામસલાયા ગામના લોકો તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે કે કોઈ મદદ મળે
જામ સલાયાનો આ ખારી વિસ્તાર છે જ્યા હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી. 50 હજારથી વધુ વસતી ધરાવતા આ ગામમાં દર વર્ષે વરસાદને કારણે અહીં વિકટ સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી તેઓ પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમના ઘરોમાં બધુ ખેદાન મેદાન થઈ ગયુ છે. તંત્ર તરફથી પણ કોઈ મદદ મળતી નથી. સ્થાનિકો જણાવે છે કે જ્યારે આ પ્રકારે પાણી આવે છે ત્યારે 10 થી 15 દિવસ સુધી યથાવત છે. ત્યારબાદ પાણી ઉતરે છે. લોકોનો તમામ ઘર વખરી પલળી ગઈ છે અને પૂરના પાણીમાં બધુ નષ્ટ થઈ ગયુ છે. લોકોને ખાવાના પણ ફાંફા છે. તંત્ર દ્વારા પણ તેમને કોઈ મદદ મળતી નથી. 12 દિવસથી લોકો આ પ્રકારે પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાવા માટે અનાજ નથી, સમગ્ર ઘર વખરી પલળી ગઈ છે. માથે છત નથી આ વિકટ પરિસ્થિતિ વચ્ચે જામસલાયાના 100 જેટલા ઘરો હાલાકી વેઠી રહ્યા છે અને તંત્ર પાસે મદદનો હાથ લંબાવી રહ્યા છે. આ વિસ્તારના ધારાસભ્ય કે તંત્રના લોકો આ લોકોની મદદે આવે તે અત્યંત જરૂરી છે.
માછીમારોની બોટોને પહોંચ્યુ પારાવાર નુકસાન
આ તરફ જામ સલાયાના જેટી વિસ્તારમાં પણ તારાજી સર્જાઈ છે. અનેક માછીમારોની બોટો નષ્ટ પામી છે. માછીમારી કરતા પરિવારોની રોજગારી છીનવાઈ ગઈ છે. અછરગ્રસ્ત માછીમારોએ સરકાર પાસે મદદની મીટ માંડીને બેઠા છે. બંદર પર મુકાવાયેલી બોટને ભારે નુકસાન પહોંચ્યુ છે. માછીમારોએ તેમની બોટને નુકસાન થતા ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પર જોહુકમીનો આરોપ લગાવી રહ્યા છે. અધિકારીઓ માછીમારો માટેની વખાર ખોલવાની પરવાનગી ન આપતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
Input Credit- Jayesh Parkar- Jam Salaya, Dwarka