વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ)ના તાજેતરના અહેવાલમાં પણ દરિયાની સપાટીમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે. નાસાના વિશ્લેષણ મુજબ, 12 ભારતીય શહેરો – કંડલા, ઓખા, ભાવનગર, મુંબઈ, મોર્મુગાઓ, મેંગલોર, કોચીન, પારાદીપ, ખિદીરપુર, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ અને તુતીકોરીનમાં દરિયાની સપાટીમાં વધારો થવાનો અંદાજ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો અંદેશો બતાવવામાં આવ્યો હતો. જેમા ગુજરાતના પણ અનેક બીચનો સમાવેશ થાય છે. જેમા દ્વારકાનો શિવરાજપુર બીચ સહિત માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવાલી, ડાભરી જેવા બીચ દરિયામાં ગરકાવ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સના જણાવ્યા મુજબ ગુજરાતનો દરિયાકાંઠો સૌથી વધુ ખતરામાં છે.
રાજ્યસભામાં 6 એપ્રિલ 2023ના રોજ રજૂ કરેલા જવાબમાં ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા ગુજરાતના જુદા જુદા 7 એવા બીચ છે જેનુ ધોવાણ થઈ રહ્યુ છે અને આવનારા સમયમાં નામશેષ પણ થઈ શકે છે. સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા જવાબને લઈને કોંગ્રેસે પણ સરકાર પર આક્ષેપ કર્યો છે. ગુજરાતના સુંદર બીચ કદાચ આવનારી પેઢીને ભાગ્યે જ જોવા મળશે.
રાજ્યના જે બીચ દરિયામાં ગરકાવ થઈ રહ્યા છે તેમા શિવરાજપુર બીચ ખતરામાં છે. શિવરાજપુર બીચનો 2396.77 સ્કવેર મીટરના વિસ્તારમાં કાંપ અને કીચડનો ભરાવો થઈ રહ્યો છે. આ ઉપરાંત નવસારીના ઉભરાટ બીચમાં પણ કાંપ અને કીચડનો ભરાવો થયો છે. વલસાડના તીથલ અને સુવાલી બીચનો દરિયાકિનારાનું ધોવાણ થઈ રહ્યુ છે. આ ઉપરાંત દાભરી બીચ અને દાંડી બીચના કાંઠાનું પણ ધોવાણ થઈ રહ્યુ છે. આ ઉપરાંત કચ્છના માંડવી બીચ પર કાંપ અને કચરાનો ભરાવો થઈ રહ્યો છે.
હાલના સમયમાં સમગ્ર વિશ્વ માટે સૌથી મોટો જો કોઈ પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ છે. તાજેતરમાં ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી G-20 સમિટમાં પણ પીએમ મોદીએ ક્લાઈમેટ ચેન્જ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ત્રણેય બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલા હોવાથી ભારતનો દરિયાકિનારો 7,500 કિમી લાંબો છે. લોકો તેની આસપાસ ગીચ વસ્તીમાં રહે છે, તેથી દરિયાની સપાટીમાં વધારો હળવાશથી લઈ શકાય નહીં. 10 ઓગસ્ટ 2021ની NASAની ટ્વિટ પણ આ સાથે મુકી રહ્યા છે કે જેમાં પણ આ સંદર્ભની જ વાત કરવામાં આવી છે.
As communities across the world prepare for the impacts of sea level rise, a new visualization tool provided by @NASAClimate & @IPCC_CH gives users the ability to see what sea levels will look like anywhere for decades to come. Discover more: https://t.co/VAST2xSOyE pic.twitter.com/nePqLntrqv
— NASA (@NASA) August 9, 2021
આ પણ વાંચો: વલસાડવાસીઓ આનંદો, ટૂંક સમયમાં તીથલ રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત. જાણો કેવી રીતે?
નાસાના વિશ્લેષણ મુજબ, 12 ભારતીય શહેરો – કંડલા, ઓખા, ભાવનગર, મુંબઈ, મોર્મુગાઓ, મેંગલોર, કોચીન, પારાદીપ, ખિદીરપુર, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ અને તુતીકોરીનમાં દરિયાની સપાટીમાં વધારો થવાનો અંદાજ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો અંદેશો બતાવવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…