Gujarati Video: દ્વારકાધીશ મંદિરમાં ઈલે. ઉપકરણથી ધજા ચડાવવાની વિચારણા, અબોટી બ્રાહ્ણણોએ દર્શાવી નારાજગી

Gujarati Video: દ્વારકાધીશ મંદિરમાં ઈલે. ઉપકરણથી ધજા ચડાવવાની વિચારણા, અબોટી બ્રાહ્ણણોએ દર્શાવી નારાજગી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 10:08 PM

Dwarka: દ્વારકાધિશ મંદિરમાં ધ્વજારોહણ માટે ઈલેક્ટ્રીક ઉપકરણ લગાવવા માટે દેવસ્થાન સમિતિ દ્વારા વિચારણા ચાલી રહી છે. ધ્વજા ચડાવવા શીખર સુધી પહોંચવામાં ઘણીવાર ભાવિકો અકસ્માતનો ભોગ બને છે આથી અકસ્માત નિવારવા માટે ઈલેક્ટ્રીક ઉપકરણના માધ્યમથી ધ્વજારોહણ કરવા વિચારમાં ચાલી રહી છે. જો કે વર્ષોથી દ્વારકામાં વસતા અબોટી ત્રિવેદી બ્રાહ્મણોએ આ અંગે નારાજગી દર્શાવી છે.

દ્વારકામાં ધ્વજારોહણ ઈલેક્ટ્રીક કરવા વિચારણા ચાલી રહી છે. દ્વારકાધિશ દેવસ્થાન સમિતિ દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ધ્વાજરોહણ દરમિયાન થતા અકસ્માત નિવારવા આ ઈલેક્ટ્રીક ઉપકરણ લગાવવા વિચારણા કરવામાં આવી રહી છે. જો કે વર્ષોથી દ્વારકાધિશ જગતમંદિરના શિખર પર ધજા ચડાવતા ત્રિવેદી પરીવાર દ્વારા આ અંગે નારાજગી દર્શાવવામાં આવી છે.

તેમનું કહેવુ છે કે ધ્વજારોહણ ઈલે. ઉપકરણથી કરવાથી અબોટી બ્રાહ્મણોનો હક્ક છીનવાઈ જશે. વર્ષોથી દ્વારકામાં રહેતા ત્રિવેદી પરિવારના અબોટી બ્રાહ્મણો દ્વારા જગત મંદિરના સાત મંજલા ઉપર સિડી ચડીને શિખર પર ધ્વજારોહણ માટે જતા હોય છે. દ્વારકા જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટર અને દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અશોક શર્માએ મંદિરના શિખર ઉપર ઈલેક્ટ્રીક ઉપકરણથી ધજા ચડાવવાની વિચારણાની ચર્ચા કરી હતી. ત્રિવેદી પરિવારના અબોટી બ્રાહ્મણોને ધ્યાને આ વાત આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

આપને જણાવી દઈએ કે જગતમંદિર દ્વારકાધિશમાં સવારથી સાંજ સુધીમાં નિયમિત અલગ અલગ પાંચ ધજાનું ભાવિ ભક્તો દ્વાર આરોહણ કરવામાં આવે છે. આ ધજારોહણને લઈને ભાવિકોમાં જબરી આસ્થા રહેલી છે અને તેનુ અનેરુ મહત્વ છે.

આ પણ વાંચો : Hanuman Jayanti 2023 : બ્રહ્મચારી હનુમાન છે એક પુત્રના પિતા, બેટ દ્વારકામાં છે મંદિર, વાંચો રોચક કથા

ઉલ્લેખનીય છે તે હાલમાં ગુજરાતમાં અંબાજી અને સોમનઆથ મંદિરમાં ઈલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજારોહણ કરવામાં આવી રહ્યુ છે. હાલ દ્વારકાના નવનિયુક્ત કલેક્ટર અશોક શર્માને સોમનાથ મંદિરના વ્યવસ્થાપનનો પણ અનુભવ હોવાથી તેમણે દ્વારકાના વિકાસ માટે ઈલેક્ટ્રીક ઉપકરણથી ધ્વજારોહણનો વિચાર દેવસ્થાન સમિતિ સમક્ષ મુક્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 08, 2023 10:06 PM
g clip-path="url(#clip0_868_265)">