ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં પણ વરસાદની ઘટ, ખેડૂતોની હાલત કફોડી

આ વખતે અહિં માત્ર 30 ટકા જ વરસાદ વરસ્યો છે.શ્રાવણ માસમાં બે કાંઠે છલોછલ વહેતી જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણાં ભર ચોમાસામાં પણ ઉનાળા જેવી પાણી વગરની ખાલી જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 7:22 PM

ગુજરાતના ચેરાપુંજી કહેવાતા ડાંગ જિલ્લાના ખેડૂતની છે કે જ્યાં સામાન્ય રીતે સારો વરસાદ દર વર્ષે પડતો હોય છે. પણ આ વખતે અહિં માત્ર 30 ટકા જ વરસાદ વરસ્યો છે.શ્રાવણ માસમાં બે કાંઠે છલોછલ વહેતી જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણાં ભર ચોમાસામાં પણ ઉનાળા જેવી પાણી વગરની ખાલી જોવા મળે છે.

ખેડૂતોને પાક માટે જરૂરી વરસાદ ન પડતા હજુ પણ ઘણી જગ્યાએ વાવણી બાકી રહી ગઈ છે. વરસાદ ન પડતાં કોતરથી માંડી કૂવામાં પણ પાણી ઉતર્યા નથી. જેથી પિયત ને લઈને ખેડૂતો ભારે ચિંતામાં છે.પહાડી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં ખેડૂતો ચોમાસુ ખેતી ઉપર નભતા હોય છે, નદીકિનારે ખેતી ધરાવતા ખેડૂતોએ હાલ વાવણી કરી દીધી છે પરંતુ ડુંગર ઉપરના મોટા ભાગના ખેતરોમાં હજુ રોપણી પણ થઈ શકી નથી, જેના કારણે ખેડૂતો દ્વિધામાં મુકાયા છે

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં જો વરસાદના આ હાલ હોય તો સમજી શકાય કે વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં પરિસ્થિતિ કેટલી વિકટ સાબીત થઈ શકે છે. આ વિસ્તારમાં છૂટા- છવાયા વરસાદના કારણે માત્ર સિંચાઈ માટે જ નહિ પણ પીવાના પાણી માટે પણ મોટો પ્રશ્ન ઉભો થશે એવું હાલ જણાઈ રહ્યું છે.

ગુજરાતના રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની ઘટ છે. તેમજ પ્રથમ રાઉન્ડના ઓછા વરસાદ બાદ લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં બીજા રાઉન્ડનો વરસાદ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં પ્રથમ રાઉન્ડ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી છે પરંતુ વરસાદ ન પડતાં તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચો : SURAT : સુરતવાસીઓ માટે સારા સમાચાર, કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે સુરત-મહુવા નવી ટ્રેનની જાહેરાત કરી

આ પણ વાંચો :  Maharashtra : મુંબઈ-પુણે પર તાલિબાન શાસનની અસર, જાણો બદામ, કાજુ અને પિસ્તાના ભાવમાં કેટલો થયો વધારો

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">