SURAT : સુરતવાસીઓ માટે સારા સમાચાર, કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે સુરત-મહુવા નવી ટ્રેનની જાહેરાત કરી
સુરત-મહુવા વચ્ચે દોડનારી આ ટ્રેનની 19 ઓગસ્ટથી શરૂઆત થશે. 11 આ ટ્રેન કલાક 5 મીનીટમાં સુરતથી મહુવા પહોંચશે.આ ટ્રેનમાં 9 સ્ટોપ રાખવામાં આવ્યા છે જેની માંગ વર્ષોથી લોકો કરી રહ્યા હતા.
SURAT : જન આશીર્વાદ યાત્રા દરમિયાન સુરત પહોચેલા કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે સુરત-મહુવા નવી ટ્રેનની જાહેરાત કરી છે. જન આશીર્વાદ યાત્રા દરમિયાન નવ નિયુક્ત કેન્દ્રીય રાજ્યપ્રધાન દર્શાના જરદોશે જાહેરાત કરી હતી કે, સુરત અને મહુવા વચ્ચે 7 દિવસ ટ્રેન શરૂ રહેશે. સુરત-મહુવા વચ્ચે દોડનારી આ ટ્રેનની 19 ઓગસ્ટથી શરૂઆત થશે. 11 આ ટ્રેન કલાક 5 મીનીટમાં સુરતથી મહુવા પહોંચશે.આ ટ્રેનમાં 9 સ્ટોપ રાખવામાં આવ્યા છે જેની માંગ વર્ષોથી લોકો કરી રહ્યા હતા. આ જાહેરાત થવાથી મહુવા જવામાં માટે પહેલા એક જ ટ્રેન અઠવાડીયામાં મળતી હતી હવે મહુવા જવા માટે લોકોને રોજ ટ્રેન મળી રહેશે.
કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશની આશીર્વાદ યાત્રા ગઈકાલે 17 ઓગષ્ટના રોજ સાંજે કતારગામ વિધાનસભા વિસ્તાર ખાતે પહોચી હતી. જ્યાં ભાજપ ગુજરાત મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, માજી મેયર ડૉ. જગદીશભાઈ પટેલ સહીત પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.
આજે 18 ઓગષ્ટના રોજ કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશની આશીર્વાદ યાત્રાના ત્રીજા દિવસે સુરત ખાતે વેસુમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વડાપ્રધાન મોદીએ કરેલ આગ્રહ “ગરીબો ના ઘર માં કોઈ ભૂખ્યું ન સૂવે” તે સંવેદનશીલ વિચાર સાથે ઘોષિત આ યોજનાનો લાભ લેવા જરૂરિયાતમંદ લોકોને અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા
આ પણ વાંચો : RAJKOT : દારૂની હેરાફેરી માટે બુટલેગરે કાઢ્યો નવો રસ્તો, પણ પોલીસની નજરથી ન બચી શક્યો