Breaking News : નવસારી લોકસભા બેઠક માટે સી.આર.પાટીલે વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી ફોર્મ, જુઓ વીડિયો

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આજે નવસારી લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેમજ આજે અમિત શાહે પણ ગાંધીનગર બેઠક પરથી ગાંધીનગર લોકસભા બેઠક માટે ફોર્મ ભર્યુ છે.

Breaking News : નવસારી લોકસભા બેઠક માટે સી.આર.પાટીલે વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી ફોર્મ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 12:59 PM

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ આજે નવસારી લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.તેમજ આજે અમિત શાહે પણ ગાંધીનગર બેઠક પરથી ગાંધીનગર લોકસભા બેઠક માટે ફોર્મ ભર્યુ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની આશા છે.

કુલ 7 વિધાનસભાનો સમાવેશ

આ બેઠકની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો 2019ની ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા. નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. નવસારી લોકસભામાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે.

આ બેઠક પર સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે.

અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">