AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધોરાજી બન્યું ‘મિની આબુ’, ગાઢ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે હિલ સ્ટેશન જેવો નજારો! જુઓ Video

ધોરાજી પંથકમાં ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને મુશ્કેલી પડી, પણ સ્થાનિકોએ હિલ સ્ટેશન જેવો નજારો માણ્યો. લોકોએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો, પરંતુ કમોસમી વરસાદ બાદ આ ધુમ્મસ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. રવિ પાકોમાં જીવાત અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, જે ઉત્પાદન પર નકારાત્મક અસર કરી શકે છે.

Breaking News : ધોરાજી બન્યું ‘મિની આબુ’, ગાઢ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે હિલ સ્ટેશન જેવો નજારો! જુઓ Video
hillstation like atmosphere in dhoraji rajkot following dense fog
| Updated on: May 09, 2026 | 9:28 AM
Share

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો રસ્તાઓ, ખેતરો અને મકાનો ઉપર ધુમ્મસની સફેદ ચાદર પથરાઈ. વહેલી સવારે દ્રશ્યતા (Visibility) ઘટી જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કુદરતનો આ અનોખો નજારો જોઈ સ્થાનિકોને જાણે કોઈ હિલ સ્ટેશન પર હોય તેવો અહેસાસ થયો હતો.

હિલ સ્ટેશન જેવો માહોલ

છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન વચ્ચે આજે ધોરાજીમાં વહેલી સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા. ચારેતરફ છવાયેલા ધુમ્મસને કારણે માર્ગો પર ખાસ કરીને વહેલી સવારે હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર વાહનો ધીમી ગતિએ ચલાવવા પડ્યા હતા. કેટલાક સ્થળોએ 50 મીટર સુધી પણ સ્પષ્ટ દૃશ્યતા ન હોવાથી અકસ્માતની ભીતિ સર્જાઈ હતી, વાહનોની લાઈટો ચાલુ રાખવી પડી હતી. ઠંડી અને ભેજયુક્ત પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે મોર્નિંગ વોક પર નીકળેલા લોકો માટે આ માહોલ આહલાદક રહ્યો હતો.

ખેડૂતોની ચિંતામાં વધારો

એક તરફ લોકો આ વાતાવરણનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ,

  • માવઠાની અસર: તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ (માવઠા) બાદ હવે આ ગાઢ ધુમ્મસ ખેતી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે!
  • રોગચાળાની ભીતિ: વાદળછાયા અને ભેજવાળા વાતાવરણને કારણે રવિ પાકોમાં ‘ચુસીયા’ પ્રકારની જીવાત અને ફૂગજન્ય રોગો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
  • ઉત્પાદન પર અસર: જો આવું જ વાતાવરણ લાંબો સમય ચાલુ રહે, તો પાકની ગુણવત્તા બગડી શકે છે અને ઉતારામાં મોટો ઘટાડો આવી શકે છે.

કુદરતના આ બદલાતા મિજાજે જનજીવન પર મિશ્ર અસર કરી છે. સામાન્ય નાગરિકો માટે આ ‘ગુલાબી ઠંડી’ અને ધુમ્મસ આનંદદાયક છે, પરંતુ મહેનત કરીને પાક પકવતા ખેડૂતો અત્યારે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે સૂર્યપ્રકાશ નીકળે અને તેમના પાકને જીવનદાન મળે. બદલાતા હવામાનની આ સીધી અસર આગામી દિવસોમાં કૃષિ ઉત્પાદન પર કેવી રહેશે, તે જોવું રહ્યું.

ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">