AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video

ગુજરાતના 15 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદના ફતેપુરામાં એક ઇંચ, જ્યારે ઝાલોદ અને સુખસરમાં અડધા ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર અને કચ્છના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. આ વરસાદથી પાકને ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે, અને કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા છે.

Breaking News : ગુજરાતમાં કુદરતનો અણધાર્યો 'ખેલ', માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video
gujarat unseasonal rain havoc farmers crop damage
| Updated on: May 06, 2026 | 10:07 AM
Share

ગુજરાત રાજ્યના કુલ 15 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે અને ઉભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉનાળામાં ખાબકેલા વરસાદે ખેડૂતોના હૈયે પાડ્યો ચિંતાનો પડછાયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ધરતી તરસતી હોય અને ખેડૂતો વાવણીની તૈયારીઓ કરતા હોય, ત્યારે અચાનક આભમાંથી વરસતો વરસાદ કોઈ આશીર્વાદ નથી, પણ આફત બનીને આવ્યો છે. કુદરતનો આ અણધાર્યો મિજાજ ગુજરાતના ખેડૂતો માટે કોઈ મોટા આઘાતથી ઓછો નથી. રાજ્યના 15 તાલુકાઓમાં વરસેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની રાતની ઊંઘ ઉડાડી દીધી

કુદરતનો અણધાર્યો ખેલ

આ માત્ર વરસાદ નથી પણ ખેડૂતોની આખી મોસમની મહેનત પર પાણી ફરી વળવાની ઘટના છે. જે પાક તૈયાર થઈને લણણી માટે તૈયાર હતો, તેને આ વરસાદે અચાનક જ જોખમમાં મૂકી દીધો છે. ખેતરમાં ઉભા પાકને થયેલું નુકસાન જોઈને ખેડૂતોના હૈયા કકળી ઉઠ્યા છે.

ક્યાં શું સ્થિતિ છે?

દાહોદ અને મહીસાગર: અહીં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ફતેપુરામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો જળબંબાકાર થઈ ગયા. ઝાલોદ, સુખસર, સંતરામપુર, લીમડી અને ધારી જેવા વિસ્તારોમાં વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું હોવાની આશંકા છે.

કચ્છનું વાતાવરણ:

કચ્છ જેવો સૂકો પ્રદેશ ત્યાં પણ ઉનાળામાં વરસાદની કોઈ અપેક્ષા નહોતી. ભુજ અને અંજારના હીરાપર, મોડસર અને મોખાણા જેવા વિસ્તારોમાં જ્યારે પવનના સુસવાટા સાથે વરસાદ અને કરા પડ્યા, ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા. એક બાજુ ઠંડક પ્રસરી તો બીજી બાજુ ખેડૂતોના મોઢેથી કોળિયો છીનવાઈ ગયો.

ખેડૂતની લાચારી!

જ્યારે કુદરત રૂઠે ત્યારે ખેડૂત બિચારો શું કરે? મહેનત ખેડૂતે કરી પણ ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું. આજે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાય છે. પાકનો નાશ થવો એ માત્ર આર્થિક નુકસાન નથી, પણ વર્ષભરના સપનાઓનું તૂટી જવું છે.

ગુજરાત પર સૂર્યનો પ્રકોપ, આખું રાજ્ય બન્યુ અગનભઠ્ઠી, 5 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">