AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા: આજવા સરોવરમાં જળસ્તર ઘટતાં ભરઉનાળે આગામી 30 દિવસ સુધી VMC એ પાણીકાપ ઝીંકાયો

વડોદરા: આજવા સરોવરમાં જળસ્તર ઘટતાં ભરઉનાળે આગામી 30 દિવસ સુધી VMC એ પાણીકાપ ઝીંકાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2026 | 8:58 PM
Share

વડોદરાના અડધાથી વધુ વિસ્તારોમાં આગામી એક મહિના સુધી પાણીનો કાપ રહેશે. મહીસાગરના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરી અને આજવા સરોવરમાં પાણીનું સ્તર ઘટવાને કારણે લોકોને હવે ઓછા પ્રેશરથી અને મર્યાદિત સમય માટે પાણી મળશે.

વડોદરા મહાનગરપાલિકાના અણઘડ આયોજનના કારણે શહેરના અડધોઅડધ વિસ્તારોમાં આગામી 30 દિવસ સુધી પાણીકાપ લાદવામાં આવ્યો છે, જેની સૌથી ગંભીર અસર પૂર્વ વિસ્તારમાં જોવા મળશે. મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની ચાલી રહેલી કામગીરીના કારણે પાણીનું વિતરણ મર્યાદિત માત્રામાં કરાશે. આ ઉપરાંત, આજવા સરોવરમાં પણ જળસ્તર સતત ઘટી રહ્યું હોવાથી શહેરમાં જળસંકટ ઘેરું બન્યું છે.

હાલ આકરી ગરમી પડી રહી છે અને ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે મનપાના અધિકારીઓના આ નિર્ણયથી નાગરિકોમાં ભારે આક્રોશ છે. આગામી એક મહિના સુધી લોકોને ઓછા પ્રેશરથી અને ખૂબ જ ઓછા સમય માટે પાણી મળશે, જેથી તંત્ર દ્વારા પાણીનો વપરાશ સાચવીને કરવા અપીલ કરાઈ છે.

Breaking News: ગુજરાત હાઇકોર્ટના સવાલોથી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પરસેવો છૂટ્યો! કયા અધિકારી એ પ્લોટ પર કબ્જો કરવાની પરવાનગી આપી? નામ આપો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">