AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ શું હવે સોનામાં મોટો ડાઉનફોલ શરૂ થશે કે પછી તે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે?

વિશ્વની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાં સામેલ એક એવું ગ્રુપ જેણા એક અહેવાલે સોનાના રોકાણકારોને વિચારતા કરી દીધા છે. જો વૈશ્વિક બજારમાં કોઈ નવું સંકટ નહીં આવે તો આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં 20% સુધીનો મોટો ઘટાડો આવી શકે છે.

ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ શું હવે સોનામાં મોટો ડાઉનફોલ શરૂ થશે કે પછી તે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે?
Image Credit source: TV9 Network
| Updated on: Jun 09, 2026 | 7:53 PM
Share

સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 30 હજાર રૂપિયાનો ઘટાડો, ભાવ 1.25 લાખની નીચે જઈ શકે છે…! દુનિયામાં જ્યારે પણ ભય અને અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારોના પગલાં અવારનવાર એક જ દિશા તરફ આગળ વધે છે. તે દિશા એટલે- સોનું. યુદ્ધનો ખતરો હોય, આર્થિક મંદીનો ડર હોય, શેરબજારમાં ભારે કડાકો હોય કે પછી ભવિષ્યમાં મોંઘવારીની ચિંતા હોય; સોનું હંમેશા રોકાણકારોનો સૌથી વિશ્વસનીય સાથી માનવામાં આવ્યું છે. છેલ્લા દોઢ-બે વર્ષમાં પણ એવું જ થયું. સોનાએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા, રોકાણકારોએ જોરદાર ખરીદી કરી અને સેન્ટ્રલ બેંકોએ પણ પોતાનું ગોલ્ડ રિઝર્વ વધાર્યું. એવું લાગવા માંડ્યું હતું કે સોનાની આ ચમક ક્યારેય ઝાંખી નહીં પડે.

પરંતુ હવે દુનિયાની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાં સામેલ સિટીગ્રુપ એટલે કે સિટી એ એક એવી ચેતવણી આપી છે, જેણે રોકાણકારોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. સિટીનું કહેવું છે કે આવનારા મહિનાઓમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવી શકે છે. જો સિટીનો આ અંદાજ સાચો સાબિત થશે, તો ભારતમાં પણ સોનું લાખો રોકાણકારોને મોટી રાહત આપી શકે છે. કારણ કે વર્તમાન ગણિત મુજબ ₹1.55 લાખ પ્રતિ 10 ગ્રામનું સોનું ઘટીને આશરે ₹1.24 લાખ સુધી આવી શકે છે.

સિટી બેંકે આખરે શું કહ્યું છે?

સિટીની કોમોડિટીઝ રિસર્ચ ટીમે પોતાના રિપોર્ટમાં ટૂંકા ગાળાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. અહેવાલ મુજબ, સિટીએ પોતાનો આગામી 3 મહિનાનો ગોલ્ડ ટાર્ગેટ 4,300 ડોલર પ્રતિ ઔંસથી ઘટાડીને 4,000 ડોલર પ્રતિ ઔંસ કરી દીધો છે. જો કે, બેંકે 6 થી 12 મહિનાનો આઉટલુક 5,000 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત રાખ્યો છે. સિટીનું કહેવું છે કે ટૂંકા ગાળામાં દબાણ રહી શકે છે, પરંતુ લાંબા ગાળાની તેજીની કહાની સંપૂર્ણપણે તૂટી નથી.

પરંતુ સિટીનો બીજો રિપોર્ટ વધુ ચોંકાવનારો છે. જૂન 2025માં સિટીની કોમોડિટીઝ રિસર્ચ ટીમે ગોલ્ડને લઈને એક બેરિશ રિપોર્ટ જાહેર કર્યો હતો. બ્લૂમબર્ગ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિટીનો અંદાજ છે કે સપ્ટેમ્બર 2026 સુધીમાં ગોલ્ડમાં 20 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. તે સમયે સ્પોટ ગોલ્ડ આશરે 3,388 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સિટીનો અંદાજ છે કે 2026ના બીજા ભાગમાં ગોલ્ડ 2,500 ડોલરથી 2,700 ડોલર પ્રતિ ઔંસ સુધી સરકી શકે છે, જે વર્તમાન સ્તરોથી આશરે 20 થી 25 ટકાનો ઘટાડો દર્શાવે છે.

રેકોર્ડ હાઈથી અત્યાર સુધીની સફર

આ વર્ષે ગોલ્ડે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. સોનું 5,500 ડોલર પ્રતિ ઔંસથી ઉપરના રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ તેમાં ઘટાડો આવ્યો અને હવે તે આશરે 4,300 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. રેકોર્ડ ઊંચાઈથી નીચે આવવા છતાં સોનું હજુ પણ મજબૂત સ્તર પર બનેલું છે. પરંતુ સિટીને લાગે છે કે વાર્તા હજી પૂરી નથી થઈ…

સિટીએ આ ત્રણ સ્થિતિ સમજાવી છે:

  • બેઝ કેસ – 60% સંભાવના: સિટીનો આ સૌથી સંભવિત અંદાજ છે. આ અંતર્ગત ગોલ્ડ Q3 2025 (2025ના ત્રીજા ક્વાર્ટર) માં 3,100 ડોલરથી 3,500 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં રહી શકે છે. ત્યારબાદ ધીમે-ધીમે ઘટાડો શરૂ થઈ શકે છે.
  • બુલ કેસ – 20% સંભાવના: જો વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ વધે છે, રોકાણકારોની હેજિંગ ડિમાન્ડ વધે છે અને આર્થિક અનિશ્ચિતતા વધે છે, તો ગોલ્ડ Q3 2025માં 3,500 ડોલર પ્રતિ ઔંસની ઉપર જઈ શકે છે.
  • બેઅર કેસ – 20% સંભાવના: જો ટેરિફ વિવાદો ઉકેલાઈ જાય છે, જીઓપોલિટિકલ રિસ્ક ઘટી જાય છે અને અમેરિકાનું અર્થતંત્ર મજબૂત બનેલું રહે છે, તો ગોલ્ડ 3,000 ડોલર પ્રતિ ઔંસની નીચે પણ સરકી શકે છે.

આખરે સિટીને કેમ લાગે છે કે સોનું ઘટશે?

અહેવાલમાં આના ઘણા કારણો આપવામાં આવ્યા છે. 2025ના અંતમાં અને 2026માં રોકાણની માંગ ઘટી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા બજારની ધારણા બદલી શકે છે. 2026ની મિડ-ટર્મ ચૂંટણીઓ બજારની દિશા પ્રભાવિત કરી શકે છે અને ગ્લોબલ જીડીપી ગ્રોથ વધુ સારો રહી શકે છે. આ ઉપરાંત, અમેરિકામાં વ્યાજ દરોમાં સંભવિત કાપ ગોલ્ડની અપીલ ઘટાડી શકે છે અને જીઓપોલિટિકલ ટેન્શન ઓછું થવાથી સુરક્ષિત રોકાણની માંગ નબળી પડી શકે છે.

પરંતુ ભારતમાં આનો શું અર્થ થશે?

આ એ જ સવાલ છે જે દરેક ભારતીય રોકાણકાર જાણવા માંગે છે. હાલમાં ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1,55,000 છે અને ડોલર સામે રૂપિયાનો ભાવ ₹95 પ્રતિ ડોલરની આસપાસ છે. હવે જો સિટીનો 20 ટકા ઘટાડાવાળો અંદાજ સાચો સાબિત થાય અને ડોલર-રૂપિયાનો ભાવ 95 રૂપિયાની આસપાસ સ્થિર રહે, તો ગણિત કંઈક આવું બને છે:

  • વર્તમાન ભાવ: ₹1,55,000 પ્રતિ 10 ગ્રામ
  • સંભવિત ઘટાડો: 20 ટકા એટલે કે (₹1,55,000 ના 20% = ₹31,000)
  • સંભવિત નવો ભાવ: ₹1,55,000 – ₹31,000 = ₹1,24,000

એટલે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 20 ટકા તૂટે અને રૂપિયો 95 પ્રતિ ડોલર પર ટકેલો રહે, તો ભારતમાં 10 ગ્રામ સોનું આશરે ₹1.24 લાખ સુધી આવી શકે છે.

પરંતુ અહીં એક મોટો ટ્વિસ્ટ પણ છે…

આ માત્ર એક ગણિત છે. વાસ્તવિક કિંમત બીજી ઘણી વસ્તુઓ પર પણ આધાર રાખશે. જો રૂપિયો 95થી નબળો પડીને 98 કે 100 પ્રતિ ડોલર પર પહોંચી જશે, તો ભારતમાં સોનાનો ઘટાડો ઓછો થઈ શકે છે. જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરે અથવા GSTમાં કોઈ બદલાવ થાય, તો પણ કિંમતો પ્રભાવિત થશે. તે જ રીતે જો ભારતીય બજારમાં સોનાની માંગ મજબૂત રહે અથવા સેન્ટ્રલ બેંક ખરીદી ચાલુ રાખે, તો કિંમતોને ટેકો મળી શકે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં 20 ટકા ઘટાડાનો અર્થ એવો બિલકુલ નથી કે ભારતમાં પણ બરાબર એટલો જ ઘટાડો જોવા મળે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

ચાંદીના ભાવને લઈને સામે આવ્યો ‘ચોંકાવનારો રિપોર્ટ’, શું કિંમતોમાં આવશે અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો?

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">