Breaking News : નેપાળમાં પૂરની હોનારત વચ્ચે કુલ 23 ગુજરાતીઓ લાપતા, જુઓ Video
નેપાળમાં પૂરની હોનારત વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેપાળમાં લાપતા થયેલા ગુજરાતીઓનો આંકડો વધ્યો છે.ગુજરાતના 23 લોકો લાપતા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે માહિતી આપી છે. તો કુલ18 ગુજરાતીઓ નેપાળમાં ફસાયા છે.
નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે.SEOCની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 23 યાત્રાળુઓ ગુમ થયા છે અને તેમનો સંપર્ક થઈ શક્યો નથી.અમદાવાદના 2, રાજકોટ, અમરેલી અને વલસાડના 1-1, મૂળ સુરતના પણ હાલ મુંબઈ રહેતા 1 નાગરિક ગૂમ છે. મૂળ ગુજરાતના પરંતુ અમેરિકી સિટીઝન હોય તેવા 13 લોકો લાપતા છે.જ્યારે 4 કેનેડિયન સિટિઝન, 2 ન્યૂઝિલેન્ડના સિટિઝન અને 1 ઓસ્ટ્રેલિયન સિટિઝનનો પણ કોઈ સંપર્ક ન થઈ શકતા તેઓ લાપતા છે.
ગુજરાતીઓ ફસાયા
નેપાળમાં પૂરની વચ્ચે ગુજરાતીઓ ફસાયા છે. કુલ 18 ગુજરાતીઓ નેપાળમાં ફસાયા છે.તમને જણાવી દઈએ કે,નેપાળમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકો ફસાયા છે.અમદાવાદ અને સુરતના ત્રણ-ત્રણ વ્યક્તિ ફસાયા છે.વડોદરા અને આણંદના બે-બે વ્યક્તિ ફસાયા તો રાજકોટ-વલસાડના એક-એક વ્યક્તિ ફસાયેલા છે.
નેપાળમાં લાપતા ગુજરાતી
- અમદાવાદ
- અશોકભાઈ ધીરજલાલ કાપડી
2. બિના પી. પરીખ
- આણંદ
3. બિમલકુમાર પટેલ
4. જૈમિનાબેન પટેલ
5. પદ્માબેન જગદીશભાઈ પટેલ
6. જગદીશભાઈ ઉમેશભાઈ પટેલ
- રાજકોટ
7. જય દિનેશ કોટેચા
- વલસાડ
8. રોમા દિલીપભાઈ નાથવાણી
- સુરત
9. પારેશભાઈ નટવરલાલ પટેલ
10. જ્યોતિબેન પારેશભાઈ પટેલ
11. મિનાક્ષીબેન સંજયભાઈ રમાણી
- ખેડા
12. ઉમેશ ભોગીલાલ પટેલ
13. અક્ષાંશબેન ઉમેશ પટેલ
14. ઈશાન પટેલ
15. શિલ્પાબેન પટેલ
- ગાંધીનગર
16. ભવ્યંકુમાર આર. રાવલ
17. અમિતા અમીન
18. તેજલ પટેલ
19. જીતેન્દ્ર પટેલ
- અમરેલી
20. ચૌહાણ કાંતાપ્રસાદ બાબુલાલ (ગોમતીબાપુ)
- વડોદરા
21. કિન્નરી પટેલ
22. મિહિર પટેલ
- અમદાવાદ
23. દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ
મૂળ ગુજરાતના પરંતુ અમેરિકી સિટીઝન હોય તેવા 13 લોકો લાપતા છે.જ્યારે 4 કેનેડિયન સિટિઝન, 2 ન્યૂઝિલેન્ડના સિટિઝન અને 1 ઓસ્ટ્રેલિયન સિટિઝનનો પણ કોઈ સંપર્ક ન થઈ શકતા તેઓ લાપતા છે.
નેપાળના માથે વધુ એક આકાશી સંકટની ચેતવણી છે. રિપોર્ટ મુજબનીચાણવાળા વિસ્તારોમાં ફરી પૂરનું જોખમ છે.તંત્રએ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા ચેતવણી આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 288 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શકતો નથી. આમાં 73 લોકો પાવર પ્રોજેક્ટ પર કામ કરતા હતા. નેપાળી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા ભારતીય પ્રવાસીઓ તિબેટમાં કૈલાશ પર્વતની યાત્રા પર હતા, જે હિન્દુઓ માટે પવિત્ર સ્થળ છે.