AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજય દેવગનની નવી ફિલ્મ પરથી ઉંચકાયો પડદો, ‘ગરુડ પુરાણ’ સાથે છે ‘ખાસ કનેક્શન’

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન એકવાર ફરી દર્શકોને ડર, રહસ્ય અને સસ્પેન્સથી ભરેલી એક રોમાંચક દુનિયામાં લઈ જવા માટે તૈયાર છે. 'દ્રશ્યમ' અને 'શૈતાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ હવે તેની એક નવી હોરર-થ્રિલર ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મની વાર્તા 'ગરુડ પુરાણ' પર આધારિત હોવાનું કહેવાઈ રહ્યું છે.

અજય દેવગનની નવી ફિલ્મ પરથી ઉંચકાયો પડદો, 'ગરુડ પુરાણ' સાથે છે 'ખાસ કનેક્શન'
| Updated on: Sep 22, 2026 | 8:26 PM
Share

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન એકવાર ફરી દર્શકોને ડર, રહસ્ય અને સસ્પેન્સથી ભરેલી એક રોમાંચક દુનિયામાં લઈ જવા માટે તૈયાર છે. ‘દ્રશ્યમ’ અને ‘શૈતાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ હવે તેની એક નવી હોરર-થ્રિલર ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મની વાર્તા ‘ગરુડ પુરાણ’ પર આધારિત હોવાનું કહેવાઈ રહ્યું છે.

બોલિવૂડના સ્ટાર એક્ટર અજય દેવગન (Ajay Devgn) એકવાર ફરી દર્શકોને ડર અને રહસ્યથી ભરેલી દુનિયામાં લઈ જવાના છે. તેમની નવી હોરર-થ્રિલર ફિલ્મને લઈને એક સમાચાર સામે આવ્યા છે. રોહિત જુગરાજના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું નામ હવે ‘Suryasparsh’ બતાવવામાં આવી રહ્યું છે. આ પહેલા તેને ‘ગૃહ પ્રવેશ’ નામથી ઓળખવામાં આવતી હતી.

અજય દેવગનની મૂવીનું નામ શું છે?

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, અજય દેવગનની મૂવીનું નામ ‘સૂર્યસ્પર્શ’ રાખવામાં આવ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની વાર્તા ગરુડ પુરાણથી પ્રેરિત છે. ગરુડ પુરાણ એક પ્રાચીન સંસ્કૃત ગ્રંથ છે, જેમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેનો સંવાદ બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં હોરરની સાથે રહસ્ય અને સસ્પેન્સ પણ જોવા મળશે.

ફિલ્મનું શૂટિંગ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યું છે અને નવેમ્બર સુધી ચાલવાની અપેક્ષા છે. મેકર્સ તેને વર્ષ 2027ના બીજા છમાસિક ગાળામાં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મને પેનોરમા સ્ટુડિયોઝના કુમાર મંગત અને અભિષેક પાઠક, અજય દેવગન ફિલ્મ્સ સાથે મળીને બનાવી રહ્યા છે. અજય દેવગન અને પેનોરમા સ્ટુડિયોઝ આ પહેલા ‘દ્રશ્યમ’, ‘રેડ’ અને ‘શૈતાન’ જેવી ફિલ્મો પર સાથે કામ કરી ચૂક્યા છે.

‘Drishyam: ધ કન્ક્લુઝન’ પર નજર

જણાવી દઈએ કે, સ્ટાર એક્ટર અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’નો સારો એવો બઝ બનેલો છે. તેમાં અજય દેવગન એકવાર ફરી વિજય સાલગામવકરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વાર્તામાં આ વખતે પણ રહસ્ય અને સસ્પેન્સ જોવા મળશે.

તબ્બુ, શ્રિયા સરન અને રજત કપૂર પોતાની જૂની ભૂમિકાઓમાં પરત ફરશે. તો બીજી તરફ, પ્રકાશ રાજ અને જયદીપ અહલાવત નવા પાત્રો સાથે વાર્તામાં જોવા મળશે. ફિલ્મને લઈને લોકોનું એવું માનવું છે કે, આ મૂવી બોક્સ ઓફિસ પર કમાલ કરવાની છે.

72nd National Film Awards : કોને મળ્યો ભારતીય સિનેમાનો સર્વોચ્ચ ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’? કયા સુપરસ્ટાર્સ બન્યા ‘બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ’?

Follow Us
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">