AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અચાનક આવેલા પૂરથી અત્યાર સુધીમાં 392 લોકોના મોત, 1,500 થી વધુ લોકો ગુમ

નેપાળમાં આવેલી આપત્તિ સૌથી ખરાબ આપત્તિઓમાંની એક છે. ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, ધોવાઈ ગયેલા પુલો, કાટમાળ અને વધુ પૂરના ભયને કારણે બચાવકાર્યકરો હજુ પણ કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શકતા નથી.

Breaking News : અચાનક આવેલા પૂરથી અત્યાર સુધીમાં 392 લોકોના મોત, 1,500 થી વધુ લોકો ગુમ
Image Credit source: AI
| Updated on: Aug 28, 2026 | 8:13 AM
Share

ગુરુવારે નેપાળ અને તિબેટમાં આવેલા ભયંકર પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો છે. બચાવ કાર્યકરો 290 ભારતીય નાગરિકો સહિત સેંકડો ગુમ થયેલા લોકોને શોધવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. નેપાળમાં આવેલા પૂરમાં 389 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પડોશી તિબેટમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. નેપાળ પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 50 વિદેશીઓ સહિત 796 લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 796 લોકોને રોડ માર્ગે બહાર કાઢવામાં આવ્યા છે.

જોકે, નિવેદનમાં વિદેશી નાગરિકોની રાષ્ટ્રીયતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 389 થયો છે.નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી તૂટવાથી ભૂસ્ખલન થયું છે, જેના કારણે બુધવારે મધ્ય નેપાળમાં પાણી, કાદવ અને કાટમાળનો પ્રવાહ ફેલાયો, જેના કારણે અનેક નગરો અને ગામડાઓ તબાહ થયા, ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલો તણાઈ ગયા અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સને નુકસાન થયું.

તિબેટમાં 558 લોકો ગુમ

અધિકારીઓએ જણાવ્યું કે, તિબેટમાં 558 લોકો હજુ ગુમ છે. કુલ ગુમ થયેલા લોકોની કુલ સંખ્યા 1,468 છે. આ આપત્તિ પછી ભારતે પોતાના નાગરિકોની ઓળખ શરુ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 290 ભારતીય નાગિકોના હજુ સંપર્ક થયો નથી. મંત્રાલયે કહ્યું કે,તેને શોધવા માટે અને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

84 ભારતીય નાગરિકોનું રેસ્ક્યુ કરાયું

વિદેશ મંત્રાલયે કહ્યું અત્યારસુધી 84 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.જેમાં બાંધકામ હેઠળના ત્રિશુલી-એ-રન-ઓફ-ધ-રિવર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કાર્યરત 63 કામદારો અને તમિલનાડુના 21 લોકોનો સમાવેશ થાય છે.

અંદાજે 20 લાખ ઘનમીટર પાણી એકઠું થયું

ચીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવાર સવાર સુધીમાં તળાવમાં આશરે 20 લાખ ઘનમીટર પાણી એકઠું થઈ ગયું હતું, અને આગામી ત્રણ દિવસમાં વધુ 3 લાખ ઘનમીટર પાણી તેમાં વહેવાની ધારણા છે. આનાથી કુદરતી અવરોધ તૂટવાની ચિંતા વધી ગઈ છે.

ભયંકર વિનાશ : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેપાળને મદદની વાત કરી છે, વિનાશને ભયંકર ગણાવ્યો છે.

Breaking News : તિબેટમાં આવેલા પૂરમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ, કહ્યું હૃદય તૂટી ગયું અહી ક્લિક કરો

Follow Us
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">