Breaking News : તહેવારોમાં મુસાફરો માટે રાહત ! સુરત, ભરૂચ અને વડોદરા થઈને દોડશે 4 સ્પેશિયલ ટ્રેન, જાણો સમયપત્રક
ઘર-પરિવારથી દૂર રહીને અન્ય રાજ્યોમાં મહેનત-મજૂરી કરતા લોકો માટે ભારતીય રેલવે દ્વારા સેંકડો સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનોના માધ્યમથી મુસાફરોને વધુ સારી, સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપવાનો રેલવેનો પ્રયાસ છે.

ઘર-પરિવારથી દૂર રહીને અન્ય રાજ્યોમાં મહેનત-મજૂરી કરતા લોકો માટે ભારતીય રેલવે દ્વારા સેંકડો સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનોના માધ્યમથી મુસાફરોને વધુ સારી, સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપવાનો રેલવેનો પ્રયાસ છે. જેથી તેઓ દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારોમાં સરળતાથી પોતાના વતન પહોંચી શકે. ભારતીય રેલવે દ્વારા બિહારના મધુબની જિલ્લાના જયનગર અને ગુજરાતના સુરત જિલ્લાના ઉધના વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનોનો લાભ લઈને ગુજરાતમાં રહેતા મુસાફરો તહેવારો દરમિયાન પોતાના વતન સુધીની મુસાફરી વધુ સરળતાથી કરી શકશે.
પૂજા ફેસ્ટિવલ ટ્રેન
પૂજા ફેસ્ટિવલ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉધના અને જયનગર વચ્ચે સ્પેશિયલ ભાડા પર બે સાપ્તાહિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોના સંચાલનથી તહેવારો દરમિયાન મુસાફરી કરતા મુસાફરોને રાહત મળવાની આશા છે.
ટ્રેન નંબર 09071/09072 ઉધના-જયનગર-ઉધના સ્પેશિયલ ટ્રેન
આ ટ્રેન 18 અને 25 ઓક્ટોબર 2026ના રોજ રવિવારે ઉધના સ્ટેશનથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે અને મંગળવારે સવારે 11:30 વાગ્યે જયનગર પહોંચશે. પરત મુસાફરી માટે ટ્રેન 20 અને 27 ઓક્ટોબર 2026ના રોજ મંગળવારે જયનગરથી બપોરે 1:30 વાગ્યે ઉપડશે અને ગુરુવારે સવારે 8:30 વાગ્યે ઉધના પહોંચશે.
To clear the extra rush of passengers during Puja Festival 2026, Western Railway will run Train No. 09071/09072 Udhna–Jaynagar–Udhna Weekly Unreserved Special on special fare.
09071 Udhna → Jaynagar Special Date of Journey: 18 & 25 October 2026 (Sundays) Departs Udhna (UDN): 15:45 hrs Arrives Jaynagar (JYG): 11:30 hrs on Tuesday
09072 Jaynagar → Udhna Special Date of Journey: 20 & 27 October 2026 (Tuesdays) Departs Jaynagar (JYG): 13:30 hrs Arrives Udhna (UDN): 08:30 hrs on Thursday
Major Station Halts: Surat, Bharuch, Vadodara, Godhra, Ratlam, Nagda, Ujjain, SANT HIRDARAM NAGAR, Bina, VIRANGANA LAKSHMIBAI Jhansi, Govindpuri, Subedarganj, PT.DEEN DAYAL UPADHYAYA JN., Danapur, Patliputra, Sonpur Jn., Hajipur, Muzaffarpur, Samastipur, Darbhanga, Madhubani and Jaynagar station..
Passengers are advised to check the detailed timetable and applicable fare before commencing their journey.
Plan your journey in advance and travel safely!
#WesternRailway #PujaSpecial #SpecialTrains #IndianRailways @WesternRly
— DRM – Mumbai Central, WR (@drmbct) October 9, 2026
ટ્રેન નંબર 09073/09074
આ ઉપરાંત, ટ્રેન નંબર 09073 ઉધના-જયનગર સ્પેશિયલ 18 અને 25 ઓક્ટોબરે સવારે 9:50 વાગ્યે ઉધનાથી ઉપડી મંગળવારે સવારે 5:30 વાગ્યે જયનગર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09074 જયનગર-ઉધના સ્પેશિયલ 20 અને 27 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે ઉપડી ગુરુવારે સવારે 7:30 વાગ્યે ઉધના પહોંચશે.
PUJA SPECIAL TRAIN | UDHNA – JAYNAGAR
To clear the extra rush of passengers during Puja Festival 2026, Western Railway will run an Unreserved Special Train on Special Fare between Udhna and Jaynagar.
Train No. 09073: Udhna – Jaynagar Special Day of Service: Every Sunday ️ Journey Dates: 18 & 25 October 2026 Departure from Udhna: 09:50 hrs Arrival at Jaynagar: 05:30 hrs on Tuesday
Train No. 09074: Jaynagar – Udhna Special Day of Service: Every Tuesday ️ Journey Dates: 20 & 27 October 2026 Departure from Jaynagar: 09:00 hrs Arrival at Udhna: 07:30 hrs on Thursday
Important Station Halts: Surat, Bharuch, Vadodara, Godhra, Ratlam, Nagda, Ujjain, SANT HIRDARAM NAGAR, Bina, VIRANGANA LAKSHMIBAI Jhansi, Govindpuri, Subedarganj, PT.DEEN DAYAL UPADHYAYA JN., Danapur, Patliputra, Sonpur Jn., Hajipur, Muzaffarpur, Samastipur, Darbhanga, Madhubani and Jaynagar station.
Passengers are advised to check the detailed timetable and ticketing arrangements before planning their journey.
✨ Travel safely and have a pleasant journey!
#WesternRailway #PujaSpecial #SpecialTrains #IndianRailways @WesternRly
— DRM – Mumbai Central, WR (@drmbct) October 9, 2026
આ સ્ટેશનો પર રહેશે સ્ટોપ
આ ટ્રેનો સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, ઉજ્જૈન, ઝાંસી, ગોવિંદપુરી, સુબેદારગંજ, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, દાનાપુર, મુઝફ્ફરપુર, દરભંગા, મધુબની સહિતનાં મુખ્ય સ્ટેશનો પર રોકાશે. મુસાફરોએ મુસાફરી પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત રેલવે કચેરીમાંથી સમયપત્રક, ભાડું અને ટિકિટ સંબંધિત વિગતોની ખાતરી કરી લેવી જોઈએ.
