AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં સગાઈ કરવા માટે આવેલા યુવક-યુવતીનું મોત, કુલ 241 લોકોના મોત

અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનામાં 241 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના લોકો બળીને ખાખ થઈ ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સગાઈ કરવા માટે વતને આવેલા યુવક-યુવતીનું મોત થયું છે.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં સગાઈ કરવા માટે આવેલા યુવક-યુવતીનું મોત, કુલ 241 લોકોના મોત
Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2025 | 8:31 AM
Share

અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનામાં 241 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના લોકો બળીને ખાખ થઈ ગયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સગાઈ કરવા માટે વતને આવેલા યુવક-યુવતીનું મોત થયું છે. બંને યુવક-યુવતી લંડનથી સગાઈ કરવા માટે વતન આવ્યા હતા. સગાઈ કર્યા બાદ પરત ફરતી વખતે પ્લેન દુર્ઘટના બની હતી. જેમાં સુરતના વિભૂતિ પટેલ અને બોટાદના હાર્દિક અવૈયાનું મોત નિપજ્યું છે.

વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત

વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.

અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત, એક ઘાયલ

અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયુ છે. ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોક ફેલાયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં  આવ્યો છે. PM રૂમની બહાર પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ જોવા મળી રહ્યુ છે. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને લઈ જવાયા છે. DNA સેમ્પલને પણ તપાસ માટે લઈ જવાયા.

અત્યાર સુધીમાં ટેકઓફ કરતી વખતે કેટલા વિમાન અકસ્માતો થયા છે?

એવિએશન સેફ્ટી નેટવર્ક અનુસાર, 2017 થી 2023 દરમિયાન વિશ્વભરમાં કુલ 813 વિમાન અકસ્માતો થયા છે, જેમાંથી લગભગ 14 ટકા અકસ્માતો ટેકઓફ દરમિયાન થયા છે. આનો અર્થ એ થયો કે લગભગ 113 અકસ્માતો ટેકઓફ દરમિયાન થયા છે. આમાં ભારતમાં થયેલા કેટલાક મોટા અકસ્માતોનો પણ સમાવેશ થાય છે, જે ટેકઓફ દરમિયાન થયા હતા. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, ટેકઓફ દરમિયાન અકસ્માતો ઘણીવાર ટેકનિકલ ખામીઓ (જેમ કે એન્જિન નિષ્ફળતા, પક્ષી અથડામણ અથવા હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી), પાઇલટની ભૂલ, લપસણો રનવે અથવા ખોટા લોડિંગ બેલેન્સને કારણે થાય છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">