Breaking News: કંપનીની 50 મી વર્ષગાંઠની ઉજવણીમાં વિવાદ, CEO સામે જ ‘પગાર વધારા’ માટે બૂમો પાડવા લાગ્યા કર્મચારીઓ
આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. HCL કંપનીની 50મી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક એવું કંઈક બન્યું કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

ચેન્નાઈમાં HCL ગ્રુપની 50મી વર્ષગાંઠની ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કંપનીના CEO ‘સી વિજયકુમાર’ સ્ટેજ પર આવતા જ કર્મચારીઓને “અમને હાઇક (વધારો) જોઈએ છે” ના નારા લગાવતા સાંભળી શકાય છે.
X અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ શેર કરવામાં આવેલી આ ક્લિપે કર્મચારીઓના પગાર, વર્કપ્લેસ કલ્ચર અને શું જાહેર કાર્યક્રમમાં નારા લગાવવા એ પોતાની ફરિયાદો જણાવવાનો યોગ્ય રસ્તો છે કે નહીં? તે અંગે ચર્ચા છેડી દીધી છે.
આ વાયરલ વીડિયો કંપનીના ગોલ્ડન જુબિલી સેલિબ્રેશનના ભાગરૂપે ખાસ કરીને HCL કર્મચારીઓ માટે આયોજિત કરવામાં આવેલા એક પ્રાઇવેટ ઇવેન્ટ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો. HCL પોતાની 50મી વર્ષગાંઠના પ્રસંગે ઘણા શહેરોમાં કોન્સર્ટની એક સીરિઝ હોસ્ટ કરી રહ્યું છે, જેમાં ચેન્નાઈ એડિશનમાં એક લાઇવ પરફોર્મન્સનું આયોજન હતું.
Viral Video પર એક નજર નાખો
ક્લિપની શરૂઆત CEO સી વિજયકુમારની એક મોટી ઈમેજ સાથે થાય છે, જે વેન્યુની સ્ક્રીન પર દેખાય છે. ત્યારબાદ તેઓ દર્શકોની જોરદાર તાળીઓ વચ્ચે સ્ટેજ પર આવે છે. થોડી વાર પછી ભીડનો એક ભાગ “અમને હાઇક જોઈએ છે” ના નારા લગાવવા લાગે છે અને જેવા CEO ઇવેન્ટમાં એકઠા થયેલા કર્મચારીઓનું અભિવાદન કરે છે, નારા વધુ જોરથી લાગવા માંડે છે.
When the CEO of HCL came on stage, employees started chanting, “We want a hike!” pic.twitter.com/hty1tNGp26
— Nandkishor (@devops_nk) July 27, 2026
X પર વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું કે, “જ્યારે HCL ના CEO સ્ટેજ પર આવ્યા, ત્યારે એમ્પ્લોઈઝ નારા લગાવવા લાગ્યા, ‘અમને સેલેરી (હાઇક) જોઈએ છે!'” ત્યારથી આ ફૂટેજ ખૂબ જ શેર કરવામાં આવી છે, જેના પર હજારો રિએક્શન્સ આવ્યા છે અને એમ્પ્લોઈઝની અપેક્ષાઓ તથા સેલેરી અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે.
આ ઘટનાએ સોશિયલ મીડિયા યુઝર્સને તરત જ બે ભાગમાં વહેંચી દીધા. કેટલાક લોકોએ ઉજવણી દરમિયાન સેલેરીની માગ ઉઠાવવા બદલ એમ્પ્લોઈઝની ટીકા કરી. કેટલાક લોકોએ કહ્યું કે, આ નારા સેલેરીને લઈને વધી રહેલા ફ્રસ્ટ્રેશન (નિરાશા) ને દર્શાવે છે.
યુઝર્સની પ્રતિક્રિયા સામે આવી
એક X યુઝરે કમેન્ટ કરી, “જો એલોન મસ્ક હોત, તો તેમણે સ્ટેજ પર આ લોકોને કહ્યું હોત કે ‘અહીંથી નીકળી જાઓ!’ Gen Z ખરેખર ખૂબ બગડેલા છે. શું તેઓ વિચારે છે કે, આ જંતર મંતર છે જ્યાં તેઓ તેમના સ્ટંટ કરી શકે છે?”
બીજા એક યુઝરે એમ્પ્લોઈઝનો બચાવ કરતા લખ્યું, “હા, હવે આ જ એકમાત્ર રસ્તો છે જેનાથી તમે તમારા એમ્પ્લોયર પાસે તમારી વાત મનાવી શકો છો, જેની લીડરશિપ પૈસાના ઢગલા પર બેઠી છે અને નીચલા સ્તરના એમ્પ્લોઈઝને બસ થોડુંક જ આપે છે.”
