AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank of Baroda ડેટા લીક : એક ઇમેઇલ એકાઉન્ટની ભૂલથી લાખો લોકોનો ડેટા ચોરાયો, ડાર્ક વેબ પર 1TB ડેટા લીક થવાનો દાવો

બેંક ઓફ બરોડાના કથિત ડેટા લીક કેસમાં એક કર્મચારીનું ઇમેઇલ એકાઉન્ટ હેકર્સ માટે એન્ટ્રી પોઇન્ટ બન્યું. આશરે 1TB ડેટા ડાર્ક વેબ પર પહોંચવાના દાવાએ બેંકિંગ સેક્ટરની સાયબર સિક્યોરિટી સામે મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.

Bank of Baroda ડેટા લીક : એક ઇમેઇલ એકાઉન્ટની ભૂલથી લાખો લોકોનો ડેટા ચોરાયો, ડાર્ક વેબ પર 1TB ડેટા લીક થવાનો દાવો
| Updated on: Jul 29, 2026 | 2:18 PM
Share

મજબૂત સિક્યોરિટી સિસ્ટમ અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં મોટી બેંકો સાયબર એટેકથી સંપૂર્ણપણે સલામત નથી. વીતેલા સોમવારે સામે આવેલા બેંક ઓફ બરોડા સાથે જોડાયેલા ડેટા લીકના કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે કોઈપણ મોટી બેંક કે કંપનીની સુરક્ષામાં સૌથી નબળી કડી માણસ અથવા તેનું ડિજિટલ એકાઉન્ટ બની શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં હેકર્સે બેંકની સિસ્ટમને સીધી નિશાનો બનાવવાને બદલે બેંકના એક કર્મચારીના ઇમેઇલ એકાઉન્ટને પોતાનો રસ્તો બનાવ્યો હતો.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આશરે 1TB ડેટા ડાર્ક વેબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જોકે બેંકે સ્પષ્ટતા કરી છે કે તેની કોર બેંકિંગ સિસ્ટમ (CBS) પ્રભાવિત થઈ નથી અને ગ્રાહકોના બેંકિંગ વ્યવહારો સંપૂર્ણપણે સુરક્ષિત છે. છતાં પણ, આ ઘટનાએ બેંકિંગ સેક્ટરમાં ડેટા સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ચોક્કસ ઊભી કરી છે.

કર્મચારીનો ઇમેઇલ કેવી રીતે બન્યો એન્ટ્રી પોઇન્ટ?

સાયબર ક્રિમીનલ્સ અવારનવાર મોટી કંપનીઓ પર હુમલો કરવા માટે સીધા સર્વરને તોડવાનો પ્રયાસ નથી કરતા. તેના બદલે તેઓ કર્મચારીઓના ઇમેઇલ એકાઉન્ટ, પાસવર્ડ અથવા લોગિન ડિટેલ્સને નિશાનો બનાવે છે. આને ‘એમ્પ્લોયી ઇમેઇલ કોમ્પ્રોમાઇઝ’ (Employee Email Compromise) કહેવામાં આવે છે. બેંક ઓફ બરોડા કેસમાં પણ પ્રાથમિક માહિતી અનુસાર એક કર્મચારીનું ઇમેઇલ એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયું હતું, જેના દ્વારા એટેકર્સને કેટલાક ડેટા સુધી પહોંચ મળી હતી. જો કોઈ કર્મચારીના ઇમેઇલમાં સેન્સિટિવ ફાઇલો, રિપોર્ટ કે ઇન્ટરનલ ડોક્યુમેન્ટ્સ મોજૂદ હોય, તો એક નાનકડી સુરક્ષા ચૂક મોટું ડેટા સંકટ બની શકે છે.

ડાર્ક વેબ પર પહોંચ્યો બેંકનો ડેટા?

ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો એવો હિસ્સો છે જેને સામાન્ય બ્રાઉઝરથી એક્સેસ કરી શકાતો નથી. સાયબર અપરાધીઓ અવારનવાર ચોરી કરેલા ડેટાને વેચવા કે પબ્લિક કરવા માટે તેનો ઉપયોગ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, લીક થયેલા ડેટામાં બેંક સાથે જોડાયેલા ઘણા પ્રકારના ડોક્યુમેન્ટ્સ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં ગ્રાહકોની પર્સનલ માહિતી, ડોક્યુમેન્ટ્સ, લોન સંબંધિત રેકોર્ડ્સ અને કેટલીક ઇન્ટરનલ રિપોર્ટ્સ સામેલ હોવાની વાત કહેવાઈ રહી છે. જોકે બેંક અને તપાસ એજન્સીઓ હાલમાં આ ડેટાના કદ અને નુકસાનને સમજવાનો પ્રયાસ કરી રહી છે.

શું ગ્રાહકોના પૈસા ખતરામાં છે?

ડેટા લીકનો મતલબ એ નથી કે કોઈ ગ્રાહકનું બેંક એકાઉન્ટ તરત જ ખાલી થઈ જશે. પૈસા ઉપાડવા માટે સામાન્ય રીતે OTP, PIN, પાસવર્ડ કે અન્ય સુરક્ષા સ્તરોની જરૂર પડે છે, પરંતુ અસલી ખતરો ફિશિંગ અને ઓનલાઇન ફ્રોડનો વધી જાય છે. જો અપરાધીઓ પાસે ગ્રાહકનું નામ, મોબાઇલ નંબર, બેંક સંબંધિત માહિતી કે અન્ય અંગત ડેટા પહોંચી જાય, તો તેઓ વધુ વિશ્વાસપાત્ર રીતે ફેક કોલ કે મેસેજ મોકલી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ સ્કેમર બેંક કર્મચારી બનીને કોલ કરી શકે છે અને ગ્રાહક પાસે OTP, UPI PIN કે ઇન્ટરનેટ બેંકિંગની માહિતી માગી શકે છે.

તમારે શું કરવું જોઈએ?

બેંક ઓફ બરોડા સહિત તમામ બેંક એકાઉન્ટ હોલ્ડર્સે સાવચેત રહેવાની જરૂર છે:

  • કોઈપણ અજાણ્યા કોલ પર બેંકિંગ માહિતી શેર ન કરો.
  • OTP, UPI PIN કે કાર્ડની વિગતો ક્યારેય કોઈને ન બતાવો.
  • બેંકના નામે આવેલા શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
  • પોતાના બેંક એકાઉન્ટમાં કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ જણાય તો તરત જ બેંકને જાણ કરો.

દુનિયાનો સૌથી મોંઘો સ્ટોક, જેને ખરીદી શકતા નથી દુનિયાના 99% લોકો! અત્યાર સુધી આપ્યું 26,178% રિટર્ન

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">