Breaking news : CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની ગાડીઓ બદલાઇ, સ્કોર્પિઓની જગ્યાએ ફોર્ચ્યુનર ગાડીઓ મુુકાઇ

|

Mar 20, 2023 | 2:22 PM

સૌથી પહેલા મુખ્યમંત્રીની એકની જ ફોર્ચ્યુનર ગાડી લાવવામાં આવી હતી. જો કે હવે સીએમની ગાડી સાથે બાકીના કાફલાની બધી જ ગાડીઓ ફોર્ચ્યુનર લાવી દેવામાં આવી છે.

Breaking news : CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની ગાડીઓ બદલાઇ, સ્કોર્પિઓની જગ્યાએ ફોર્ચ્યુનર ગાડીઓ મુુકાઇ

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાની બધી જ ગાડીઓમાં બદલાવ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલામાં હવે સ્કોરપિઓની જગ્યાએ ફોર્ચ્યુનર ગાડીઓ લાવવામાં આવી છે. સૌથી પહેલા મુખ્યમંત્રીની એકની જ ફોર્ચ્યુનર ગાડી લાવવામાં આવી હતી. જો કે હવે સીએમની ગાડી સાથે બાકીના કાફલાની બધી જ ગાડીઓ ફોર્ચ્યુનર લાવી દેવામાં આવી છે.

હવેથી મોંઘીદાટ કારમાં ફરશે CM અને તેમનો કાફલો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથેનો કાફલો હવેથી મોંઘીદાટ કારમાં ફરતો જોવા મળશે. CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની તમામ કાર ફોર્ચ્યુનર કરી દેવામાં આવી છે. કાફલામાં સ્કોરપિઓની જગ્યાએ ફોર્ચ્યુનર ગાડીઓ લાવવામાં આવી છે. લગભગ 33 લાખ રુપિયાની કિંમત ધરાવતી ગાડીઓ મુખ્યમંત્રીના કાફલામાં ઉમેરવામાં આવી છે.   હાલમાં મુખ્યમંત્રીના કાફલામાં એકમાત્ર જામર ગાડી scorpio રાખવામાં આવી છે. જો કે આ ગાડી પણ થોડા દિવસમાં બદલાય એવી સંભાવના છે.

અત્યાર સુધીના તમામ CM કરતા મોંઘી કારનો કાફલો

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે મુખ્યમંત્રીના કાફલામાં કોન્ટેસા કારનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે બાદમાં સલામતીને ધ્યાનમાં લઇને કાફલામાં આ કાર બદલી સ્કોર્પિયો શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી ગુજરાતના તમામ મુખ્યમંત્રી કાફલામાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કરતા આવ્યા છે. પછી તે આનંદીબેન પટેલ હોય કે પછી વિજય રૂપાણી કે પછી ભૂપેન્દ્ર પટેલ, તે તમામ સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કરતા હતા.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

નવી ટેકનોલોજી અને સલામતીને લઇ કોન્વોયમાં બદલાવ

ગૃહ વિભાગે સીએમ કોન્વોયમાં બદલાતી ટેકનોલોજી અને સલામતીના કારણોસર ફોર્ચ્યુનરનો ઉમેરો કર્યો છે. મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે 6 જેટલી ગાડી હોય છે. ઇમરજન્સી ઉપયોગ માટે સ્ટેન્ડ બાય કાફલામાં અન્ય 6  ગાડીને રાખવામાં આવે છે. મુખ્યમંત્રીની આ તમામ કારને બુલેટપ્રુફ, GPS તથા અન્ય સુરક્ષા સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.

 

Published On - 11:55 am, Mon, 20 March 23

Next Article