AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આવી આગાહી, જુઓ Video

ગુજરાતના જાણીતા હવામાન બાબતોના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે કે, વઆગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હાલમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસરથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ સાથે પ્રિ-મોન્સૂન ગતિવિધી વધી જવાની શક્યતા છે.

Breaking News : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આવી આગાહી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2026 | 4:44 PM
Share

ગુજરાતના જાણીતા હવામાનના જાણકાર અંબાલાલ પટેલે, આવતીકાલ શુક્રવાર 3 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.  હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આગામી 48 કલાકમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચાઈને ગુજરાત તરફ આવી શકે છે, જેના કારણે ભર ઉનાળે વાદળો અને કમોસમી વરસાદ વરસવા જેવા હવામાનમાં ફેરફાર જોવા મળશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા

આવતીકાલ 3 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા અને જામનગર સહિતના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદની શક્યતા છે. સાથે જ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ નોંધપાત્ર માવઠું થઈ શકે છે.

રાજ્યભરમાં તોફાની પવન અને ગાજવીજનો માહોલ

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના પર્વતીય વિસ્તારોમાંથી શરૂ થઈને ઉત્તર ભારતમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે, જ્યાં કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને ક્યાંક કયાંક વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે.

અમદાવાદ-ગાંધીનગરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી હેઠળ વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી છાંટા પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ અસર

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય બનશે. સાથે જ મહારાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે.

વાતાવરણમાં પલટાથી ગરમીમાં તાત્કાલિક રાહત, પછી વધારો થશે

આ વરસાદી પ્રવૃત્તિને કારણે હાલ ગરમીનો પારો ગગડશે. જો કે, આ ઘટાડો કેટલાક દિવસ પુરતો જ રહેશે. 20 એપ્રિલ પછી તાપમાન ફરી વધશે. 26 એપ્રિલ આસપાસ ગુજરાતમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Breaking News : ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર, જુઓ Video

Follow Us
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
g clip-path="url(#clip0_868_265)">