AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :‘ઓપરેશન સિંદૂર’ બાદ અમદાવાદમાં હાઈ એલર્ટ,જાહેર સ્થળોની સુરક્ષા વધારી

ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Breaking News :‘ઓપરેશન સિંદૂર’ બાદ અમદાવાદમાં હાઈ એલર્ટ,જાહેર સ્થળોની સુરક્ષા વધારી
operation sindoor
| Updated on: May 07, 2025 | 11:37 AM
Share

ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે.એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રાજ્યના તમામ એરપોર્ટ એલર્ટ પર

બીજી તરફ રાજ્યના તમામ એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. રાજકોટ, ભૂજ અને જામનગર એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. ભૂજનું એરપોર્ટ અચોક્કસ મુદત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરાયું છે. ભૂજમાં સરહદી વિસ્તારમાં બોર્ડર નજીક સુરક્ષા સઘન કરાઇ છે. પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક બાદ કચ્છમાં તમામ સુરક્ષા એજન્સી એલર્ટ પર છે.

રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ માટે સિવિલ ફ્લાઈટ માટે બંધ કરાઈ છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટ્રી વિમાન માટે અનામત આપવામાં આવી છે. ત્રણ દિવસ 24 કલાક મિલિટ્રી વિમાન માટે એરપોર્ટ ખુલ્લુ રાખવામાં આવશે. જામનગરમાં બપોર સુધીની સિવિલ ફ્લાઈટ રદ કરાઈ છે. દીવનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.

ભૂજ એરપોર્ટ કરાયું બંધ

ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાના ભાગ રુપે રાજકોટ બાદ ભૂજનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ઓપરેટ કરવામાં નહીં આવે. તેમજ જામનગરનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.

શ્રીનગર એરપોર્ટ પર બંધ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે શ્રીનગર એરપોર્ટથી કોઈ પણ પેસેન્જર ફ્લાઇટ ઉડાન ભરશે નહીં. આજની બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દરમિયાન, ઇન્ડિગો એરલાઇન્સે પણ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ઇન્ડિગોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે બદલાતી એરસ્પેસ સ્થિતિના કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાલા જતી અને બધી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોએ એરપોર્ટ પહોંચતા પહેલા ઇન્ડિગોની વેબસાઇટ પર અપડેટ્સ તપાસવા આવશ્યક છે.

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">