પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નિર્માણાધિન મકાનમાં માટી ધસી પડતા કુલ 3 શ્રમિકો દબાયા હતા. ગોધરા શહેરના સૈયદવાડા વિસ્તારમાં પાયાના નિર્માણ માટે માટી ખોદતા શ્રમિકો દબાયા હતા. જો કે ત્રણ શ્રમિકો પૈકી એકને બચાવી લેવાયો છે. ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરાયુ છે.
પંચમહાલ જિલ્લામાં ગોધરામાં એક નિર્માણાધીન ઇમારતના પાયાની કામગીરી ચાલી રહી હતી. તેમાં કુલ ત્રણ શ્રમિકો કામ કરી રહ્યા હતા. જો કે કામગીરી દરમિયાન અચાનક ત્યાં માટી ધસી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણેય શ્રમિકો માટીમાં દટાયા હતા. જો કે એક શ્રમિકને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. હજુ પણ બે શ્રમિકો માટી નીચે દબાયેલા છે. જેમના રેસ્કયૂ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
(વિથ ઇનપુટ-નિકુંજ પટેલ, પંચમહાલ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:19 am, Fri, 31 March 23