AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા – જુઓ Video

ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા - જુઓ Video
| Updated on: Oct 29, 2025 | 7:07 PM
Share

ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા, જ્યારે ભાજપ તરફથી વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી હાજર રહ્યા હતા.

ગોપાલ ઇટાલિયા એ બેઠક બાદ જણાવ્યું કે, વારંવાર પૂછવામાં આવ્યું કે, SIR અંતર્ગત કેવી રીતે નિરાકરણ લાવશો તો ગોળ ગોળ જવાબ મળ્યા. ટૂંકમાં કહીએ તો, વારંવાર પૂછવા છતાં ચૂંટણી પંચ તરફથી SIR અંગે સ્પષ્ટ જવાબ મળી નથી. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે અને વોટની ચોરી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખશે.

ચૂંટણી પંચ ગંભીર દેખાતું નથી: ચૈત્ર વસાવા

બીજીબાજુ ચૈતર વસાવાએ જણાવ્યું કે, એક મહિનાની અંદર SIRની કામગીરી પૂર્ણ થવી મુશ્કેલ છે. નવી યાદી બનાવવાની વાત ચાલી રહી છે પરંતુ ચૂંટણી પંચ આ બાબતે ગંભીર દેખાતું નથી. વધુમાં, મજૂરી માટે બહાર ગયેલા લોકોના વોટ ચોરાઈ જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વડોદરાના સાંસદે શું કહ્યું?

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું કે, આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગઈકાલે મુખ્ય ચૂંટણી પંચે જે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમાં ગુજરાતનો પણ સમાવેશ હતો. આજની બેઠકમાં SIR પ્રક્રિયા અંગે તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને અનેક પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચે જણાવ્યું કે, કોઈ મતદાર યાદીમાંથી છટકી ન જાય અને કોઈ મતદાન વ્યક્તિ રહી ન જાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. બિહાર પછી હવે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">