Bhavnagar ના બજારોમાં હાલ કેસર કેરીનું ધૂમ વેચાણ, ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતોને મળ્યા સારા ભાવ

|

May 19, 2023 | 12:40 PM

ભાવનગરનું (Bhavnagar) બજાર હાલ અવનવી કેરીઓથી ઉભરાઇ રહ્યુ છે, પરંતુ કેરીના શોખીનો માટે કેરી એટલે કેસર કેરી. તેમાં પણ ભાવનગર જિલ્લામાં સોસિયા ગામે પાકતી કેસર કેરી ભાવેણાવાસીઓની પહેલી પસંદ હોય છે.

Bhavnagar ના બજારોમાં હાલ કેસર કેરીનું ધૂમ વેચાણ, ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતોને મળ્યા સારા ભાવ

Follow us on

ફળોના રાજાનું જેમને બિરુદ મળેલું છે તે કેરી વગર ઉનાળો જાણે કે અધૂરો લાગે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેરી માટે વાતાવરણ વેરી બની રહ્યું છે. ગુજરાતમાં વારંવાર થતાં કમોમસી વરસાદે કેરીના પાક પર ગ્રહણ લગાડ્યું છે. ભાવનગરમાં (Bhavnagar) માવઠાને કારણે સોસિયાની કેસર કેરીના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. જેના કારણે ખેડૂતોને તો મોટું આર્થિક નુકસાન થયું છે. જો કે ઉત્પાગન ઓછુ હોવાથી કેરીના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો- Gandhinagar : ચિંતન શિબિર માટે એકતાનગર પહોંચવા મંત્રીઓની સામુહિક એકતા, STની વોલ્વોમાં CM સાથે બધાનો કોમન પ્રવાસ

ભાવનગરનું બજાર હાલ અવનવી કેરીઓથી ઉભરાઇ રહ્યુ છે, પરંતુ કેરીના શોખીનો માટે કેરી એટલે કેસર કેરી. તેમાં પણ ભાવનગર જિલ્લામાં સોસિયા ગામે પાકતી કેસર કેરી ભાવેણાવાસીઓની પહેલી પસંદ હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોના આંબાના મોર ખરી પડ્યા. જેના કારણે કેરીની આવકમાં ઘટાડો થયો છે.

કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?
રેપર એમીવે બન્ટાઈ લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ફોટો

જો કે સામે ગીર તેમજ વલસાડની કેસર કેરીની આવકે આ ખોટ પૂરી કરી છે. ગત વર્ષે ભાવનગરના બજારમાં દૈનિક સરેરાશ 2500 જેટલા બોક્સની કેરીની આવક હતી. જેની સામે ચાલુ વર્ષે 2 હજાર જેટલા બોક્સની આવક થઇ રહી છે. મતલબ કે 500 જેટલા બોક્સની આવક ઘટી છે. બીજી તરફ કેરીની માગમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે કેરીના ભાવમાં પણ થોડો વધારો થયો છે.

ભાવનગરના બજારમાં કેરીના બોક્સનો ભાવ

ભાવનગરમાં મળતી કેરીના ભાવની વાત કરીએ તો, હોલસેલ માર્કેટમાં કેરીના ભાવ 1400 થી લઇને 2000 સુધીના ચાલી રહ્યા છે. જ્યારે કે રિટેઇલ બજારમાં કેરી 90 થી 120 રૂપિયાની કિલો મળી રહી છે. કેરીના વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કેરીની આવક મોડી શરૂ હોવાથી આગામી દિવસોમાં હજુ પણ કેરીની આવકમાં વધારો જોવા મળશે. ગીરની કેસર કેરી બાદ કચ્છની કેસર કેરી પણ માર્કેટમાં આવશે. જેના કારણે જૂન મહિનામાં પણ સ્વાદરસિયાઓ કેરીની મજા માણી શકશે.

ભાવનગરના બજારોમાં હાલ કેસર કેરીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે, પરંતુ કેરીની આવકની સામે કેરીની માગ પણ એટલી જ વધી રહી છે. તેમાં પણ લોકો કેમિકલથી પકવેલી કેરીને બદલે ઓર્ગેનિક કેરીની માગ વધુ કરી રહ્યા છે. પરંતુ સરવાળે ઉત્પાદન ઓછું હોવાથી કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

(With input-અજીત ગઢવી, ભાવનગર)

Published On - 12:36 pm, Fri, 19 May 23

Next Article