Gujarati Video :  ભાવનગરના GST કૌભાંડના માસ્ટર માઈન્ડ મહમ્મદ ટાટાના રિમાન્ડ પૂર્ણ, સાબરમતી જેલમાં ધકેલાયો

Gujarati Video : ભાવનગરના GST કૌભાંડના માસ્ટર માઈન્ડ મહમ્મદ ટાટાના રિમાન્ડ પૂર્ણ, સાબરમતી જેલમાં ધકેલાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 2:11 PM

ભાવનગરમાં GST કૌભાંડના માસ્ટર માઈન્ડ મહમ્મદ ટાટાના રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થયા છે. મહમ્મદ ટાટાનું કૌભાંડનું નેટવર્ક ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ફેલાયું હોવાનો ખુલાસો થયો છે.

ભાવનગરમાં GST કૌભાંડના માસ્ટર માઈન્ડ મહમ્મદ ટાટાના રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થયા છે. મહમ્મદ ટાટાનું કૌભાંડનું નેટવર્ક ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ફેલાયું હોવાનો ખુલાસો થયો છે. મહમ્મદ ટાટાએ 1 હજાર કરોડથી વધુના જીએસટી કૌભાંડમાં GST અધિકારી અને કૌભાંડમાં સામેલ 20થી વધુ મોટા માથાના નામનો ઘટસ્ફોટ કર્યો છે. મહત્વનું છે કે મહમ્મદ ટાટાના રિમાન્ડ પૂર્ણ થતા તેને ભાવનગરથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Bhavnagar : નારી સંરક્ષણ ગૃહની એક અનોખી પહેલ, પાલક પિતા બની આશ્રિત દીકરીના કરાવ્યા લગ્ન

વડોદરામાં GST કૌભાંડ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

તો બીજી તરફ વડોદરામાં 1 કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલે યાસીન મગરબી અરબ અને અક્રમ અત્યાન અરબની ધરપકડ કરી છે. ભાવનગર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવ્યો છે. આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે.

જેમાં આરોપીઓએ પોતાના નામના તથા અન્યના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી GST પોર્ટલ ઉપર અપલોડ કરી GSTN નંબર મેળવ્યો હતો. આ પેઢીઓના નામથી કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં માત્ર કાગળ પર પેઢીઓ ઉભી કરી ખોટા અને બનાવટી ટેક્સ ઇનવોઇસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.

 

ભાવનગર  અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">