ઉતરાયણ પર્વ દરમ્યાન ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકોને દોરીથી ઈજાઓ પહોંચવાનું જોખમ રહે છે. મકરસંક્રાંતિ દરમ્યાન આ પ્રકારની ઇજાઓની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ઈજાની ઘટનાઓ બાબતે ભરૂચ નગર પાલિકાએ ચાલુ વર્ષે આકાશીયુદ્ધના પર્વ પેહલા જ આગતરું આયોજન કરી દીધું છે. ભરૂચ શહેરના ભૃગુઋષિ ફ્લાય ઓવર બ્રિજ ઉપર કેબલ બાંધી દોરીથી ઈજાઓ અટકાવવા પ્રયાસ હાથ ધરાયો છે. ગત વર્ષે પુત્રીને લઈ જતી માતાનું પતંગના દોરાથી ઇજાઓની ઘટના બાદ કેબલ બાંધવામાં હતા. ચાલુવર્ષે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે.નગર પાલિકાએ વાહનચાલકોની સલામતી માટે બ્રિજની એક તરફ પોલ ઉપર કેબલ બાંધી દીધા છે.
આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગના દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તાર લગાવવામાં આવ્યા છે. ઉત્તરાયણમા પતંગની દોરીથી ઈજાઓ પહોંચવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ પર પતંગની દોરીથી દ્વિચક્રિય વાહન ચાલકોને કોઈ નુકસાન ના થાય તે માટે લોખંડના તાર બાંધ્યા હતા.
જુના નેશનલ હાઇવેને ભરૂચ સાથે જોડતા કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી અવર -જ્વર કરતા હોય છે ત્યારે ઉત્તરાયણમા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે.પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઇજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવર બ્રિજ પર લોખંડના તાર લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા બાદ કામગીરીના સ્થાને ઉતરાયણ પહેલાજ લોકોની સલામતી માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઓવર બ્રિજ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકોને દોરીથી ઈજાઓ પહોંચવાનું જોખમ ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરના ભૃગુઋષિ ફ્લાય ઓવર બ્રિજ ઉપર કેબલ બાંધી વાહન ચાલકોને દોરીથી ઈજાઓ અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
Published On - 12:04 pm, Wed, 14 December 22