Ambaji આ ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો અવિરત પ્રવાહ, અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી

|

Sep 06, 2022 | 5:06 PM

બનાસકાંઠાના(Banaskantha)અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair)શાનદાર શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આજે મેળાના બીજા દિવસે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવે છે.

Ambaji આ ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો અવિરત પ્રવાહ, અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી
Ambaji Poonam Fair

Follow us on

બનાસકાંઠાના(Banaskantha)અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair)શાનદાર શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આજે મેળાના બીજા દિવસે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવે છે. મા અંબાના ભક્તો તડકો, છાંયડો, થાક લાવ્યા સિવાય ભક્તિના રસ્તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે..માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા પદયાત્રીઓ ગુજરાત સહિત દેશભરમાંથી અંબાજી આવે છે. આ પદયાત્રીઓ સાથે પગપાળા સંઘ પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે.

કેટલાક ભક્તો બાધાને પૂર્ણ કરવા માટે કઠિન પદયાત્રા કરીને અંબાજી જાય છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે..બીજી તરફ ગુજરાતભરમાંથી આવતા લાખો પદયાત્રાળુ માટે દાતા અંબાજી માર્ગ પર સેવા કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં ચા-નાસ્તો, મેડિકલ સેવા કેમ્પ, માલિશ કેમ્પ , આરામ વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ માટેની અદ્યતન વ્યવસ્થાઓ કરવાામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, કોરોના કાળના બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ભાદરવી પૂનમના મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો

જેમાં કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મેળાનો આરંભ થયો છે. આજે ભાદરવી પૂનમના મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી મેળો ચાલશે. તો ભાદરવી પૂર્ણિમાના મેળાને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. અંબાજીમાં દરેક સ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

પ્રસાદીના 42 લાખ જેટલા પેકેટ તૈયાર કરાયા

અંબાજીમાં શ્રદ્ધાળુના માલસામાન સાચવવા માટે લગેજ કેન્દ્ર શરૂ કરાશે. તો વડીલો, વૃદ્ધો, દિવ્યાંગો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા રખાશે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અંબાજી મંદિર સવારે 5 વાગ્યાથી રાત્રે 12 સુધી ખુલ્લુ રહેશે. માતાજીની પ્રસાદીના 42 લાખ જેટલા પેકેટ તૈયાર કરાયા છે. 12 પ્રસાદ કેન્દ્ર પર 3 લાખ 60 હજાર કિલો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પહેલીવાર ભક્તો માટે ફરાળી ચિકીના પ્રસાદના 3 લાખ પેકેટ બનાવાયા છે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુ માટે જીવંત પ્રસારણ કરાશે. પદયાત્રિકો માટે દિવાળી બા ભવન, ગબ્બર તળેટી, અંબિકા ભોજનાલયમાં મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે..ST વિભાગે અંબાજી મેળા માટે 700થી વધુ ટ્રીપનું આયોજન કર્યું છે..જ્યારે ખાનગી વાહનો માટે અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા રહેશે.

Published On - 4:57 pm, Tue, 6 September 22

Next Article