Gujarat Election 2022: વિશ્વનાથ વાઘેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોના પણ કેસરિયા

Gujarat Election 2022: વિશ્વનાથ વાઘેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોના પણ કેસરિયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 3:17 PM

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાએ (Vishwanath Singh) ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહિં તેઓ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghavi) પણ મળ્યા હતા.

વિધાનસભા ચૂંટણી (Assembly elections)  પહેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત પ્રવાસે આવ્યા અને કોંગ્રેસ (Congress) કાર્યકર્તાઓમાં જોમ ભરવાનો પ્રયાસ કર્યો. પણ લાગે છે રાહુલ ગાંધીનો પ્રયાસ એટલો પણ સફળ નિવડ્યો નહીં. એવું એટલા માટે કારણ કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના બીજા જ દિવેસ યુથ કોંગ્રેસમાં મોટુ ભંગાણ થયું છે. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાથી લઈને ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમર સહિત 40 યુથ કોંગ્રેસના નેતા કાર્યકર્તા ભાજપમાં જોડાઈ ગયા છે.

યુથ કોંગ્રેસ અને NSUIના અનેક પદાધિકારીઓ કેસરિયા

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાએ (Vishwanath Singh) ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહિં તેઓ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghavi) પણ મળ્યા હતા.આ મુલાકાત બાદ હવે યુથ કોંગ્રેસ અને NSUIના અનેક પદાધિકારીઓ કેસરિયા કર્યા છે. ચૂંટણી સમયે જ હાથનો સાથ છોડી યુવા નેતાઓએ કેસરી ટોપી અને ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસ માટે આ સંકેત સારા નથી, કારણ કે ચૂંટણી માથે છે અને તેવામાં પાર્ટીના તાકાત ગણાતા યુવા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે.

સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો આરોપ

વિશ્વનાથસિંહે સાત પાનાના પત્રમાં અનેક આક્ષેપ કર્યા હતા. જેમા પક્ષનો સામાન્ય કાર્યકર પણ કેવી રીતે સિનિયર નેતાઓના આંતરિક જૂથવાદનો ભોગ બનતો હોય છે તેનો રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. 8 મહિના પહેલા થયેલી યુથ કોંગ્રેસની (Youth Congress) આંતરિક ચૂંટણીઓમાં વિશ્વનાથસિંહ વાઘેલા ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ સતત અન્ય જૂથની આંતરિક જૂથવાદનો તેઓ ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.ત્યારે હાલ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

Published on: Sep 06, 2022 02:33 PM
g clip-path="url(#clip0_868_265)">