રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાત જ નહીં પરંતું દેશભરમાંથી લક્ષદ્વીપ પહોંચનારા પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. ગત જાન્યુઆરી માસની શરુઆતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. એ બાદ તુરત જ ભારતીય લોકોએ પ્રવાસ સ્થળ તરીકે લક્ષદ્વીપને વખાણવાનું શરુ કર્યુ હતુ. આ સુંદર સ્થળના પ્રશાસક પણ ગુજરાતી છે.

રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના 'બોસ' ગુજરાતી, જાણો
લક્ષદ્વીપ તરફ વધ્યુ આકર્ષણ
Follow Us:
| Updated on: Apr 24, 2024 | 9:14 AM

ઉનાળાની ગરમીનું વેકેશન પડવા સાથે જ હવે ગુજરાતીઓ દેશ અને વિદેશના પર્યટન સ્થળો પર જવા માટે નિકળી જતા હોય છે. રજાઓ ગાળવા માટે ગુજરાતીઓ સુંદર સ્થળો પર મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. આ વખતે દેશના ટાપુઓ પર પહોંચનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લક્ષદ્વીપનો પ્રવાસ ખેડનારા પ્રવાસીઓની સંખ્યા વધારે જોવા મળી છે.

ગુજરાત જ નહીં પરંતું દેશભરમાંથી લક્ષદ્વીપ પહોંચનારા પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં લક્ષદ્વીપ પ્રવાસ કર્યા બાદ માલદીવના નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું. પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસ્વીરો શેર કરી હતી. એ સાથે જ માલદીવના નેતાઓએ પીએમ મોદી, ભારત અને લક્ષદ્વીપને લઈ વિરોધમાં બોલવું શરુ કર્યુ હતું. જેને લઈ ભારતીય સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઈ અનેક જાણીતી હસ્તીઓએ લક્ષદ્વીપ અને ભારતીય ટાપુઓને પ્રાધાન્ય આપવાની વાત શરુ કરી હતી. લક્ષદ્વીપની સુંદરતા અને તેના વિકાસને લઈ ચર્ચા ચોતરફ છેડાઇ ગઇ હતી. જે ચર્ચા દેશ જ નહીં વિદેશમાં પણ ખૂબ થવા લાગી હતી.

લક્ષદ્વીપ પર પ્રવાસીઓનો ધસારો વધ્યો

ગત જાન્યુઆરી માસની શરુઆતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. એ બાદ તુરત જ ભારતીય લોકોએ પ્રવાસ સ્થળ તરીકે લક્ષદ્વીપને વખાણવાનું શરુ કર્યુ હતુ. માલદીવના નેતાઓએ લક્ષદ્વીપ સામે સવાલો ખડા કરતા જ દેશમાં બોયકોટ માલદીવ અભિયાન શરુ થયુ હતુ.તો બીજી તરફ ભારતીયોએ લક્ષદ્વીપ ફરવા જવા માટેના આયોજન શરુ કર્યાનું સોશિયલ મીડિયા પર જણાવવું શરુ કર્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

અદ્ભૂત કુદરતી સૌંદર્યથી ભરપુર લક્ષદ્વીપની સુંદરતાની તસ્વીરો અને વીડિયો ઈન્ટરનેટ પર શોધવાનો વધી ગયો હતો. આ સાથે જ દેશભરમાંથી પ્રવાસીઓનું આકર્ષણ લક્ષદ્વીપ તરફ વધ્યુ હતુ. વર્ષની શરુઆતના જ મહિનાઓમાં ફ્લાઈટોમાં ટિકિટ બુકિંગ ફુલ થઈ ગઇ હતી. આમ ઉનાળા સુધીના બુકિંગ થઈ જતા લોકોમાં લક્ષદ્વીપનું આકર્ષણ કેટલું વધ્યુ છે એ નક્કી થઈ ગયુ હતુ.

ગુજરાતી પ્રવાસીઓમાં વધ્યુ આકર્ષણ

દેશના અનેક હિસ્સાઓમાંથી લક્ષદ્વીપ તરફ પ્રવાસીઓ છેલ્લા ચાર મહિનાથી મોટી સંખ્યામાં વધી રહ્યા છે. જેમાં ગુજરાતી પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. લક્ષદ્વીપ માટે ટુરિસ્ટ એજન્સીઓમાં પણ ઈન્કવાયરીઓ વધી છે. ગુજરાતમાં નાની અને મોટી ટૂરિસ્ટ એજન્સીઓમાં લક્ષદ્વીપને લઈ ઈન્કવાયરી ઉનાળા વેકેશનને લઈ થઈ રહી છે. જે વર્ષ 2023 ના પ્રમાણમાં અનેકગણી વધારે છે.

રાજ્યમાંથી સહેલાણીઓ માટે અત્યાર સુધી દરિયા કિનારાના સ્થળો પર રજાઓ ગાળવા ગોવા અને અંદમાન નિકોબાર ટાપુઓ તરફ આકર્ષણ હતુ. જ્યારે હવે લક્ષદ્વીપની સુંદર તસ્વીરો અને તેના અંગેની જાણકારીઓ વધવા લાગતા જ હવે સહેલાણીઓ લક્ષદ્વીપના પેકેજ અંગેની જાણકારી મેળવવા લાગ્યા છે. આમ ઉનાળા વેકેશનમાં હવે ગુજરાતી સહેલાણીઓ મોટી સંખ્યામાં લક્ષદ્વીપના અલગ અલગ બીચ પર હરતાં ફરતાં જોવા મળી શકે છે.

પીએમ મોદીની મુલાકાત બાદ આકર્ષણ વધ્યુ

વર્ષ 2024ની શરુઆતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને રાત્રી રોકાણ કર્યુ હતુ અને સુંદર બીચ પરની તેઓની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ હતી. જે તસ્વીરો લોકોને ખૂબ પસંદ આવી હતી. જોકે માલદીવના કેટલાક નેતાઓને પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતથી પેટમાં તેલ રેડાયું હતું. માલદીવને લક્ષદ્વીપના વિકાસને લઈ ટુરિઝમ ક્ષેત્રની સ્પર્ધામાં ખતમ થઈ જવાનો ડર લાગવા લાગ્યો હતો.

માલદીવના નેતાઓએ ભારત વિરોધી માનસીકતા દર્શાવતા તેનો ભારતીય સ્ટાર્સ, ક્રિકેટર્સ અને જાણીતી હસ્તીઓ સહિત યુવાનોએ સોશિયલ મીડિયામાં લક્ષદ્વીપની ચર્ચા શરુ કરી હતી. પીએમ મોદી અને ભારત માટે વિરોધી માનસીકતા માલદીવ તરફ સામે આવતા હજારો ભારતીયોએ માલદીવના બુકિંગ કેન્સલ કરાવી દીધા હતા. તો ભારતીય પ્રવાસીઓએ લક્ષદ્વીપના બુકિંગ ફુલ કરી દીધા હતા. માલદીવના નેતાઓએ સર્જેલા વિવાદ બાદ આમ લક્ષદ્વીપ દેશ વિદેશમાં ચર્ચામાં આવ્યુ અને લોકોમાં ભારતીય ટાપુ માટે આકર્ષણમાં વધારો નોંધાયો હતો.

લક્ષદ્વીપના ‘બોસ’ છે ગુજરાતી

સુંદર દ્વીપ સમૂહ પર પર્યટનને લગતી સુવિધાઓને વધારવા માટે યુદ્ધના ધોરણે કાર્યહાથ ધરવામાં આવ્યુ છે. અહીં પ્રવાસન માટે વિકાસની ગતિ બુલેટ ઝડપે દોડી રહી છે. અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે પર્યટકોના માટે ખુબ જ મહત્વના છે. જેમકે અહીં દારુની છૂટછાટ આપવામાં આવી છે, તો દરિયાઈ અને હવાઈ મુસાફરીની દિશામાં પણ મહત્વના કાર્ય હાથ ધરવામાં આવ્યા છે.

આ સુંદર દ્વીપ કેન્દ્રશાસીત પ્રદેશ છે અને પ્રશાસક તરીકે પ્રફુલ પટેલ છે. પ્રશાસક પ્રફુલ પટેલ મૂળ ગુજરાતી છે અને તેઓ હિંમતનગરના રહેવાસી છે. પ્રફુલ પટેલ ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન રહી ચૂક્યા છે. જ્યારે હિંમતનગરથી તેઓ ધારાસભ્ય હતા. એક જ ટર્મ ધારાસભ્ય રહેતા તેઓએ હિંમતનગરની કાયાપલટ કરી દીધી હતી. જેને લઈ તેઓ ગુજરાતમાં ચર્ચામાં રહ્યા હતા. ત્યાર બાદ તેઓને દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ દીવ અને દમણ તેમજ સેલવાસની કાયાપલટ કરી છે. હવે તેઓ લક્ષદ્વીપના આંતરરાષ્ટ્રીય સ્તરના ટૂરિઝમ સ્થળ તરીકે ડેવલપ કરી રહ્યા છે. તેઓએ ગત ઉત્તરાયણ વખતે જ પતંગ ચગાવતા જ કહ્યુ હતુ કે, લક્ષદ્વીપના વિકાસનો પતંગ આભને આંબશે.

attraction of Gujaratis towards Lakshadweep is increasing

લક્ષદ્વીપના પ્રશાસક ગુજરાતી

કેવી રીતે પહોંચી શકાય?

ગુજરાતથી લક્ષદ્વીપ જવા માટે હવાઈમાર્ગે કેરળના કોચી થઈ કોચીથી હવાઈ અને દરિયાઇ બંનેમાંથી અનુકૂળ માર્ગે લક્ષદ્વીપ પહોંચી શકાય છે. કોચી સિવાય અન્ય કોઈ પણ એરપોર્ટથી સીધી ફ્લાઈટ નથી. જે લક્ષદ્વીપના અગાત્તી ટાપુ પર પહોંચાડે છે. જ્યાંથી બોટ મારફતે અન્ય ટાપુ પર પહોંચી શકાય છે. જોકે લક્ષદ્વીપ સીધું જ પહોંચી શકાતુ નથી. ત્યાં જવા પહેલા લક્ષદ્વીપ પ્રશાસનની પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે. પરવાનગી મળ્યા બાદ જ લક્ષદ્વીપ પહોંચી શકાય છે.

લક્ષદ્વીપમાં એક થી બીજા ટાપુ વચ્ચે સ્પીડ બોટ અને ક્રૂઝ સેવા પણ ચાલે છે. જે પ્રવાસના આનંદને અનેક ગણો વધારી મુકે છે. કવારાત્તી, બંગારામ અને મીનીકોય જેવા ટાપુઓ પર ક્રૂઝથી પહોંચવા સાથે અદ્બભૂત માણી શકાય છે. લક્ષદ્વીપ કોચીથી 440 કિલોમીટર દૂર આવેલ છે.

attraction of Gujaratis towards Lakshadweep is increasing

લક્ષદ્વીપનું આ છે આકર્ષણ

આ છે ખાસ આકર્ષણ

બ્લૂ દરિયાઈ પાણીની નીચેનું જીવન જોવા માટે પર્યટકો રોમાંચક એક્ટિવિટી કરી શકે છે. સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઈવિંગ અને અંડર સી વોકિંગ જેવા એડવેંચર કરી શકાય છે. અહીં કિટ્સર્ફિંગ, કેનોઈંગ, કાયાકિંગ, જેટ સ્કીઈંગ અને પેરાસેલિંગની મજા માણી શકાય છે. ટાપુના પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ તમે અહીં માણી શકો છો. અગાત્તી અને બંગારામ આઈલેંડ લક્ષદ્વીપમાં ડોલ્ફિનને જોવા માટે એકદમ શ્રેષ્ઠ સ્થળ છે.

આટલો થાય ખર્ચ

અહીંની મોજ માણવા માટે એક સપ્તાહ એટલે પૂરતો સમય છે. વધારે રોકાઈને વધુ આનંદ લઈ શકાય છે પંરતુ એ તમારા ખીસ્સા પર આધાર છે. જોકે સપ્તાહ રજાઓ ગાળવા માટે પૂરતો સમય માની શકાય. તો અહીં ફરવાનાં ખર્ચ પર પણ એક નજર કરી લઈએ

જો તમારે 4 દિવસ અને 3 રાત માટે આયોજન કરવા માટે લક્ષદ્વીપ ટૂર પેકેજ આશરે 23,000 રૂપિયા (વ્યક્તિદીઠ) થી શરૂ થાય છે. આ પેકેજની શરુઆત લક્ષદ્વીપ પહોંચ્યા પછી થાય છે. તમારા સ્થળથી લક્ષદ્વીપ પહોંચવા અને ત્યાંથી પરત ફરવા માટે ટિકિટની વ્યવસ્થા તમારે અલગથી કરવી પડશે. જો તમે બજેટમાં કાપ મુકવા ઇચ્છતા હોય તો કોચીથી જહાજ દ્વારા પહોંચવું જોઈએ. કોચીથી લક્ષદ્વીપ સુધીની 14-18 કલાકની જહાજની મુસાફરીમાં 2200 થી 5000 રૂપિયાનો પ્રવાસનો ખર્ચ થાય છે. ફ્લાઇટનાં દર 5500 રૂપિયાથી શરૂ થાય છે.

attraction of Gujaratis towards Lakshadweep is increasing

જાણો પ્રવાસના ખર્ચ વિશે

આ પણ વાંચો: ગુજરાતના દરિયાઇ ટાપુઓ પર હવે ગોવા-લક્ષદ્વીપ જેવી મોજ માણવા મળશે, જાણો

g clip-path="url(#clip0_868_265)">