VIDEO: બનાસકાંઠામાં ભાજપનું ‘તીડ’ ઉડાવો અભિયાન…ગુજરાત પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ થાળી વગાડી

બનાસકાંઠામાં તીડના આતંકને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતો વચ્ચે પહોંચી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી થાળી વગાડતા જોવા મળ્યા હતા. તીડને ભગાવવા માટે થાળીનો અવાજ વગાડી રહ્યા છે. આ પણ વાંચોઃ બનાસકાંઠામાં તીડના આક્રમણથી ખેડૂતો હેરાન અને ભાજપના સાંસદ સાથે કોંગ્રેસના ધારાસભ્યની બોલાચાલી ત્યારે આ કીમિયાને અજમાવવા માટે ખુદ ભાજપ પ્રદેશ […]

VIDEO: બનાસકાંઠામાં ભાજપનું 'તીડ' ઉડાવો અભિયાન...ગુજરાત પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ થાળી વગાડી
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Dec 25, 2019 | 11:58 AM

બનાસકાંઠામાં તીડના આતંકને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતો વચ્ચે પહોંચી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી થાળી વગાડતા જોવા મળ્યા હતા. તીડને ભગાવવા માટે થાળીનો અવાજ વગાડી રહ્યા છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં તીડના આક્રમણથી ખેડૂતો હેરાન અને ભાજપના સાંસદ સાથે કોંગ્રેસના ધારાસભ્યની બોલાચાલી

ત્યારે આ કીમિયાને અજમાવવા માટે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પહોંચ્યા હતા. ખેતરમાં તીડના આક્રમણને લઈ સરકાર એક પછી એક નિવેદન આપી રહી છે. જો કે, હજુ સુધી તીડનું નિવારણ આવ્યું નથી. તો બીજી તરફ જિલ્લાના શિક્ષકોને ઢોલ પકડાવી દેવાયો છે. અને રાજનેતાઓ થાળી લઈને તીડને ભગાવવાનું શરૂ કર્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો આ દરમિયાન થરાદમાં ભાજપના સાંસદ અને થરાદના પૂર્વ ધારાસભ્ય પરબત પટેલ પહોંચ્યા હતા. આ દરમિયાન થરાદથી કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ત્યાં પહોંચ્યા હતા. ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. બંને નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તીડ મામલે ભાજપ કોંગ્રેસ આમને-સામને જોઈ લોકો પણ મલકાતા હતા. અને નેતાઓના વર્તનથી નિરાશ પણ થતા હતા. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહે સાંસદ પરબત પટેલને રજૂઆત કરી હતી. ગુલાબસિંહે કહ્યું કે, લોકોની મુશ્કેલી ઓછી કરવા મારી સાથે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. આ બોલાચાલીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">