બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય, ફરી યોજાશે જળ આંદોલન, જુઓ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જળ આંદોલન શરુ થવાના સંકેતો વર્તાયા છે. કરમાવદ તળાવ ભરવાને મામલે ખેડૂતોમાં ફરી એકવાર રોષ ફેલાયો છે. જેને લઈ હવે સ્થાનિક ખેડૂતો જળ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ હવે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 11:26 AM

ફરી એકવાર બનાસકાંઠામાં ખેડૂતોમાં જળ આંદોલન કરવાનો મૂડ જોવા મળી રહ્યો છે. કરમાવદ તળાવ ભરવાને લઈ ખેડૂતોની માંગ વર્તાઈ રહી છે. આ દરમિયાન શનિવારે ખેડૂતોએ જલોત્રામાં બેઠક યોજી હતી. જે બેઠકમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ફરીથી જળ આંદોલન કરવાનું ખેડૂતોએ નક્કી કર્યુ હતુ.

આ પણ વાંચો: વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ

બે વર્ષ અગાઉ પણ જળ આંદોલન બનાસકાંઠામાં કરવામાં આવ્યું હતું જેમાં તે વખતે 125 જેટલા ગામડાઓના ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા. મહિલાઓની મોટી સંખ્યા પણ જોવા મળી હતી. જે આંદોલન લગભગ અઢી મહિના સુધી ચાલ્યુ હતુ. જેમાં બે વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. જે રેલીમાં વીસથી પચ્ચીસ હજાર લોકો જોડાયા હતા. જોકે આમ છતાં પણ બે વર્ષ બાદ પણ તળાવ ભરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવતા આખરે ફરીથી ખેડૂતોમાં રોષ જન્મ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોડાસા માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતનો મામલો, ત્રણ વેપારીઓ સામે ફરિયાદ
મોડાસા માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતનો મામલો, ત્રણ વેપારીઓ સામે ફરિયાદ
અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી
અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">