પુરુષોત્તમ માસની આજે પૂર્ણિમા છે. મંગળવારે અધિક માસની પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ મંદિરોમાં જોવા મળી હતી. ખાસ કરીને વિષ્ણુ અને કૃષ્ણ મંદિરો ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉભરાઈ હતી. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. રાજસ્થાન સરહદે આવેલા પવિત્ર યાત્રાધામ ખાતે બંને રાજ્યમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ભગવાન શામળીયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
શામળાજીમાં આજે પૂર્ણિમાને લઈ વિશેષ આયોજન ભગવાનના દર્શન કરવામાં ભક્તોને સરળતા રહે એ માટે કરવામા આવ્યુ હતુ. મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાને લઈ લાંબી કતારો દરવાજા બહાર જામી હતી. વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા.
શામળીયા ભગવાનના દર્શન કરવા માટે પૂર્ણિમાએ ભક્તોની મોટી ભીડ ઉમટતી હોય છે. પૂર્ણિમાના મહત્વને લઈ સુંદર શણગાર સજાવાય છે. આજે ભગવાન શામળીયાને સુંદર વસ્ત્રો અને ઘરેણાં સજાવવામાં આવ્યા છે. ભગવાન શામળીયાને સુંદર મજાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને સોનાના ઘરેણાં ભગવાનને સજાવાયા હતા. સુંદર વસ્ત્રો અને ઘરેણાં સજાવાતા ગર્ભગૃહના દર્શન ખૂબ જ મનમોહક ભક્તોને લાગ્યા હતા. ભગવાનના દર્શન પુર્ણિમએ કરવા માટે ભક્તો ઉત્સુકતા પૂર્વક રાહ જોતા હોય છે.
અધિક એટલે પુરુષોત્તમ માસની પુર્ણિમાને લઈ ભક્તોમાં તેનુ વિશેષ મહત્વ હોય છે. ભક્તો દ્વારા અધિક માસમાં વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનુ વિશેષ મહત્વ હોય છે. અધિકમ માસમાં ભક્તો અધિક માસના દિવસોમાં ભગવાનની વિશેષ ભક્તિ કરતા હોય છે. અધિક શ્રાવણ માસને લઈ હાલ ભક્તિમય માહોલ જામ્યો છે.
દમણ-દીવ, દાદરાનગર અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ પણ શામળાજી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શામળાજી મંદિરમાં શામળીયા ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જનકલ્યાણની ભગવાનને પ્રાર્થના કરી હતી અને બાદમાં મંદીરની પરિક્રમા કરી હતી. પ્રફુલ પટેલના આગમનને લઈ સ્થાનિક પોલીસ સહિતનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ દર્શન માટે જોડાયા હતા.
Published On - 4:24 pm, Tue, 1 August 23