Dharoi Dam: ધરોઈ ડેમમાં આવક ત્રણ ગણી વધી, સાબરમતી નદીમાં વધુ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો

Breaking News Dharoi Dam Water Level Today: ધરોઈ ડેમનો એક દરવાજો રવિવારે બપોરે ખોલવામાં આવ્યો હતો. જે સતત ત્રીજા દિવસે પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. મંગળવારે પાણીની આવક વધવાને લઈ દરવાજો થોડો વધુ ખોલવામાં આવ્યો છે.

Dharoi Dam: ધરોઈ ડેમમાં આવક ત્રણ ગણી વધી, સાબરમતી નદીમાં વધુ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો
Follow Us:
| Updated on: Aug 01, 2023 | 10:03 AM

ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનો મંગળવારે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે ધરોઈ ડેમની આવક વધતા પાણી વધારે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. રવિવારે રુલ લેવલ કરતા અડધો ફૂટ કરતા વધારે જળસપાટી વધી હતી અને બાદમાં પણ પાણીની આવક સતત જારી રહેવાને લઈ આખરે પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધરોઈ ડેમનો એક દરવાજો રવિવારે બપોરે ખોલવામાં આવ્યો હતો. જે સતત ત્રીજા દિવસે પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. મંગળવારે જોકે દરવાજો થોડો વધુ ખોલવામાં આવ્યો છે.

સાબરમતી નદીમાં મંગળવારે સવારે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. સવાર 9 કલાકે પાણીની આવક વર્તમાન આવક સામે ત્રણ ગણી નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમના ખુલ્લા રહેલા દરવાજાને વધુ ખોલવાની ફરજ પડી હતી. ધરોઈ ડેમમાં રહેલા જળસંગ્રહની સપાટી રુલ લેવલ મુજબ જાળવવા માટે થઈને પાણી વધારે નદીમાં છોડવામાં આવ્યુ હતુ.

ઉપરવાસમાં વરસાદને લઈ આવક વધી

ડેમના ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. રાજસ્થાનના સરહદી જિલ્લા ઉપરાંત સેઈ, પનારી અને સાબરમતી નદીના ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ નદીઓમાં પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના સરદહી જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. ધરોઈના ઉપરવાસમાંથી આવક વધવાને લઈ મંગળવારે સવારે પાણીની આવકમાં વધારો નોંધાયો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રુલ લેવલ 618.04 ફુટ હોઈ તેને જાળવવા માટે નદીમાં પાણી આવકની સામે એટલી જ જાવકના રુપમાં છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં 12 હજાર ક્યુસેક કરતા વધારે પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલમાં પાણીનો જળસંગ્રહ ધરોઈ ડેમમાં 86.56 ટકા મંગળવારે સવારે 9 કલાકે નોંધાયેલો છે. જ્યારે વર્તમાન સપાટી 618.53 ફુટ નોંધાયેલી છે. આમ રુલ લેવલ કરતા અડધા ફુટ જેટલી સપાટી વધારે નોંધાયેલી છે. આવકની સ્થિતિને ધ્યાને રાખીને હવે પાણી છોડવા અંગે નિર્ણય કરવામાં આવશે. સંપૂર્ણ છલોછલ બંધને ભરવા માટે હજુ સાડા ત્રણ ફુટ જેટલી સપાટી દુર છે. મહત્તમ સપાટી ધરોઈ ડેમની 622 ફુટ છે.

ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ (મંગળવારે સવારે 9.00 મુજબ)

  • હાલની સપાટી-618.53 ફુટ
  • રુલ લેવલ-618.04 ફુટ
  • મહત્તમ સપાટી-622.04
  • હાલની જળસંગ્રહ સ્થિતિ-86.56
  • આવક મુજબ એટલુ જ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
  • 1 દરવાજો 1.37 મીટર ખોલવામાં આવેલ છે

નોંધાયેલી આવક

  • સવારે 07.00 કલાકે 4836 ક્યુસેક
  • સવારે 08.00 કલાકે 4836 ક્યુસેક
  • સવારે 09.00 કલાકે 12888 ક્યુસેક

આ પણ વાંચોઃ Surendranagar: લૂંટના આરોપીને 15 મહિલા પોલીસ કર્મીઓએ હાથ પકડી ગામમાં ફેરવ્યો! જોવા લોકોના ટોળા ઉમટ્યા, જુઓ Video

સાબરકાંઠા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">