Amul અને Sap ઇન્ડિયા દ્વારા ગામડાઓમાં ટેક્નોલોજીની ક્રાંતિ તરફ નવી પહેલ

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે ભારતની આશરે 55 ટકા વસતિ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. ભારતમાં ગામડામાં વસતા મોટાભાગના લોકો જીવનયાપન માટે કૃષિ, પશુપાલન અને ડેરી પર આધાર રાખે છે. વર્ષોના નિરીક્ષણ દરમિયાન અમે એ બાબત નોંધી છે કે વિવિધ સરકારો દ્વારા તેમને બહેતર શિક્ષણ પરિવહન, નાણાકીય સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં છે.

Amul અને Sap ઇન્ડિયા દ્વારા ગામડાઓમાં ટેક્નોલોજીની ક્રાંતિ તરફ નવી પહેલ
SAP India And Amul pledged together empower Digital And Skilled India
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:15 PM

અમૂલ (Amul)અને Sap ઇન્ડિયાએ નોલેજ ટ્રાન્સફર(Knowledge Transfer)અને ટેક્નોલોજી ક્ષમતા સ્થાપિત કરવા પર કેન્દ્રીત સંયુક્ત સામુદાયિક પહેલની જાહેરાત કરી હતી . જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ તથા ખેડૂતો સહિત 15 લાખ ભારતીયોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે . આ પહેલ સમુદાયની સામાજિક ઉદ્યોગસાહસિકતા, કુશળ કાર્યબળની ઉપલબ્ધિ, ડિજિટલ સમાવેશ(Digital)તથા જાતિય સમાનતાના તફાવતને દૂર કરવા માટે તૈયાર કરાઈ છે.પાયાના સ્તરે સાક્ષરતા અને સમાવેકતાને પ્રોત્સાહન આપવા માટે એસએપી અને અમૂલે સંયુક્ત રીતે ડિજિટલી સમાવેશક પારિસ્થિતિક તંત્રની રચના કરી છે જે કોડિંગ, અંગ્રેજી ભાષામાં કુશળતા તથા સામાજિક આર્થિક તકો જેવા ક્ષેત્રોમાં ટેકનિકલ શિક્ષણ અને વ્યાવસાયિક સહાય ઉપલબ્ધ બનાવશે. આ સહયોગ બંને કંપનીઓના દીર્ધકાલીન જોડાણનું કુદરતી વિસ્તરણ છે, જે લાંબાગાળા માટે પર્યાવરણલક્ષી સમુદાયના નિર્માણ માટે બે દાયકા જેટલા સમયથી સંશોધન અને પ્રતિબદ્ધતા પર આધારિત છે.

આ જોડાણ અંગે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul) ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે ભારતની આશરે 55 ટકા વસતિ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. ભારતમાં ગામડામાં વસતા મોટાભાગના લોકો જીવનયાપન માટે કૃષિ, પશુપાલન અને ડેરી પર આધાર રાખે છે. વર્ષોના નિરીક્ષણ દરમિયાન અમે એ બાબત નોંધી છે કે વિવિધ સરકારો દ્વારા તેમને બહેતર શિક્ષણ પરિવહન, નાણાકીય સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં છે.

રાષ્ટ્ર નિર્માણમાં અને આત્મનિર્ભર ભારતના સર્જનમાં તે અત્યંત મહત્વનું પુરવાર થશે

આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકો અને શિક્ષકોને ગુણવત્તાયુક્ત ડિજિટલ સાક્ષરતા અને કૌશલ્ય વર્ધન તાલીમ ઉપલબ્ધ બનાવાશે.એમડી સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે SAP India સાથેનું અમારું જોડાણ આ વંચિત સમુદાયના લોકોમાં આવશ્યક ભાવિ કુશળતાઓ વિકસાવી તેમના સપનાંને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો છે. અમને વિશ્વાસ છે કે રાષ્ટ્ર નિર્માણમાં અને આત્મનિર્ભર ભારતના સર્જનમાં તે અત્યંત મહત્વનું પુરવાર થશે.જેમાં કોડિંગ અને 21મી સદીની કુશળતાઓ ભારતના 5 ટ્રિલિયનના અર્થતંત્રને વેગ આપવા માટે આપણે ડિજિટલ રીતે સાક્ષર હોય તેવા સમુદાયોનો વિકાસ કરવો પડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અંતરિયાળ ગામોના નાગરિકોમાં ડિજિટલ સાક્ષરતા, કોડિંગ પ્રોબ્લેમ સોર્નિંગ અને અંગ્રેજીની કુશળતા વિકસાવવા દ્વારા આ કાર્ય પાર પાડવામાં આવશે જેથી નવી શિક્ષણ નીતિને સહેલાઈથી અપનાવી શકાય.શાળામાંથી કાર્યબળનું પરિવર્તન અંતરિયાળ પ્રદેશના વિદ્યાર્થીઓ સરળતાથી કાર્યબળમાં પરિવર્તિત થઈ શકે તથા તેમની રોજગારીની તકોમાં વધારો થાય તે માટે STEM આધારિત શૈક્ષણિક માહોલ તૈયાર કરાશે. તેનાથી શાળાઓમાંથી ડ્રોપઆઉટ્સની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત શિક્ષણમાં સુધારો થશે તથા ક્રિટિકલ રિઝનિંગ અને વિશ્લેષાત્મક વિચારોને પ્રોત્સાહન આપવા દ્વારા રોજગારલક્ષી પ્રતિભાશાળી કાર્યદળનું સર્જન કરી શકાશે.

20,000 થી વધુ યુવતીઓને ડિજિટલ-ફાઇનાન્સિંગ સંચારમાં શીખવવામાં આવશે

તેમજ  મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા ડિજિટલ વિશ્વના વધતાં વ્યાપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને ઉદ્યોગસાહસિકતાની વધુ તકો મળી રહી છે. “રોજગાર લક્ષી ૨૧મી સદીના કૌશલ્યો ના ભાગરૂપે 20,000 થી વધુ યુવતીઓને ડિજિટલ-ફાઇનાન્સિંગ કૌશલ્યો અને કાર્યાત્મક સંચારમાં શીખવવામાં આવશે. જેનો ઉદ્દેશ સામાજિક વ્યવસાય ક્ષેત્ર માટે ટેકો મજબૂત કરવાનો અને ખેડૂતોની આજીવિકાને સહાય આપવી  છે.

આ પહેલ, સ્થાયી વિકાસનાં બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર મોડલ હેઠળ સમુદાયની માલિકી અને ભાગીદારીને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. ફળો ધરાવતા રોપાઓનું વાવેતર કરીને, કંપનીઓ વવિવિધતામાં સુધારો કરવામાં જમીનનું ધોવાણ ઘટાડવામાં અને ગ્રીન કવર વધારવામાં મદદ કરશે, જેથી ખેડૂતો અને તેમના પરિવારોની આજીવિકાને સહાય મળશે

એસએપીના ભારતીય ઉપખંડના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર કુલમીત બાવાએ જણાવ્યું હતું કે, “ભારતની સર્વસમાવેશક અને મજબૂત ટકાઉ અર્થવ્યવસ્થાની સફરને આકાર આપવામાં ટેકનોલોજી ઉત્પ્રેરક તરીકે કામ કરી શકે છે. સ્માર્ટ સિટીઝ અને ભવિષ્યલક્ષી ગતિશીલતા જેવા શહેરી વિકાસના પ્રોજેક્ટ્સ આ સંભવિતતાનું પ્રતિબિંબ દર્શાવ છે, પરંતુ ભારતની સાચી પ્રગતિ તેના ગામોના વિકાસ અને સશક્તિકરણમાં રહેલી છે.

અમૂલ સાથેનું અમારું કાર્ય આ વિઝનનું વિસ્તરણ છે અને તે નાગરિકોને સફળ થવા માટે જરૂરી માહિતી અને સાધનો પ્રદાન કરશે. સાતત્યતા અંગેની કામગીરીમાં ભારત વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે ત્યારે, આપણા જેવું જોડાણ એવા સર્વસમાવેશક અને સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે મહત્વનો પાયો પૂરો પાડશે જેમાં કોઈ પાછળ નહીં રહી જાય.ભારતમાં ડિજિટલ અસમાનતા દૂર કરવા માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અમૂલ અને એસએપી ઈન્ડિયાની સંયુક્ત પહેલનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો :  Kutch : ઢોર નિયંત્રણના નવા કાયદાનો પશુપાલકોએ રેલી યોજી વિરોધ કર્યો, કાયદો પરત લેવા આવેદનપત્ર પાઠવ્યું

આ પણ વાંચો :  Ahmedabad: બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘર સાથે ગુજરાતનું કનેક્શન, ડેકોરેશન માટે મેડ-ઇન-ગુજરાત ઇંટો પહેલી પસંદ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">