Kutch : ઢોર નિયંત્રણના નવા કાયદાનો પશુપાલકોએ રેલી યોજી વિરોધ કર્યો, કાયદો પરત લેવા આવેદનપત્ર પાઠવ્યું
રાજ્યમાં રખડતા ઢોરને નિયત્રંણમાં લેવા માટે તાજેતરમાં જ સરકારે નવા નિયમો સાથેનુ બીલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ છે જેને લઇને સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે આજે કચ્છના માલધારી,રબારી અને ભરવાડ સમાજે પણ પોતાનો રોષ પ્રગ્ટ કર્યો છે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી તાત્કાલીક કાયદો પાંછો ખેંચવા માટેની માંગ કરાઇ છે.
સમગ્ર ગુજરાતમા(Gujarat) ઢોર નિયંત્રણના નવા કાયદાનો (Gujarat Cattle Control Bill) વિરોધ થઇ રહ્યો છે ગુજરાતના વિવિધ વિસ્તારો સાથે કચ્છમાં (Kutch) પણ ખેતી અને પશુપાલન વ્યવસાય ખુબ મોટો છે ત્યારે આજે કચ્છના રાપરથી નારાયણસરોવર સુધીના તમામ માલધારી,ભરવાડ,રબારી સમાજે વિરોધ નોંધાવી કાયદાના નિયમોમાં ફેરફાર માટે માંગ કરી છે. તેવો રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ પશુપાલકોએ સરકાર વિરૂધ્ધ સુત્રોચાર સાથે પોતાની 7 માંગણીઓ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પૂર્વે પણ કચ્છના રાપર સહિત તાલુકા મથકો પર નવા કાયદાનો વિરોધ કરાયો હતો.રખડતા ઢોરને નિયત્રંણમાં લેવા માટે તાજેતરમાંજ સરકારે નવા નિયમો સાથેનુ બીલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ છે જેને લઇને સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે આજે કચ્છના માલધારી,રબારી અને ભરવાડ સમાજે પણ પોતાનો રોષ પ્રગ્ટ કર્યો છે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી તાત્કાલીક કાયદો પાંછો ખેંચવા માટેની માંગ કરાઇ છે.
પકડાયેલ ઢોરને મુક્ત કરવા અને ડબ્બાદંડ તથા ખોરાકી દંડમાં ધટાડો કરવો
કચ્છના પશુપાલકોએ સરકારને આ કાયદો પરત ખેંચવા માટે માંગણી કરી હતી. તેમણે કરેલી માંગણીમાં (1) સરકાર દ્રારા જે બિલ પસાર કરાયુ છે તે તાત્કાલીક પાછુ ખેંચવુ,(2) રાજ્યની દરેક કાર્પોરેશન દ્રારા પકડાયેલ ઢોરને મુક્ત કરવા અને ડબ્બાદંડ તથા ખોરાકી દંડમાં ધટાડો કરવો (3) રાજ્યમાં આવા પકડાયેલા પશુઓને છોડાવવા માટે 90 અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ્દ કરવી(4) અગાઉની જેમ શહેરની બહાર માલધારી વસાહત બનાવી ગાયો રાખવાના વાડા, પશુ દવાખાના તથા પશુપાલનને લગતી તમામ વ્યવસ્થા ઉભી કરવામા આવે(5) જે જગ્યાએ કોર્ટ દ્રારા ગૌચર જમીન ખાલી કરવવા હુકમ થયેલ છે ત્યા માલધારીઓના વસવાટ માટેની વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવી(6) પશુઓના નિભાવ માટે ઓછામાં ઓછી 10 એકર જમીન ફાળવી ખેડુત ખાતેદાર બનાવવા(7) કચ્છ બહાર જતા પશુપાલકોને અન્ય રાજ્યોમાં જવામાં થતી મુશ્કેલી સંદર્ભે સરકાર આઇકાર્ડની વ્યવસ્થા કરે
જ્યારે અખિલ કચ્છ રબારી-ભરવાડ-માલધારી સમાજના નેજા હેઠળ કરાયેલા આ વિરોધ પ્રદર્શન સાથે સમાજે ચીમકી પણ ઉચ્ચારી છે કે ભૌતીક સુવિદ્યા નહી પરંતુ કચ્છમાં 2.25 લાખથી વધુની વસ્તી અને 1 લાખની મતદાર સંખ્યા ધરાવતા સમાજને જો નવા કાયદાથી પશુપાલન કરવામા અન્યાય થશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે
આ પણ વાંચો : Jamnagar: ડોકટરોએ હડતાળના બીજા દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ વ્યક્ત કર્યો
આ પણ વાંચો : Godhara : ડોકટરોની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં 2 મૃતદેહો રઝળી પડયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો