Anand: પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટના દૂધના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી પશુપાલકોને 820 રૂપિયા અપાતા હતા જે હવે વધારીને 850 કરવામાં આવ્યા છે.
આમ ખરીદ ભાવમાં 820થી વધારી 850 આપવામાં આવશે. આ ખરીદ ભાવના વધારાને લઈને અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.
આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 15 થી 20% જેટલો વધારો થયેલો છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધ્યુ છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રુપિયા 30નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ભેંસના દૂધના 1.85 થી 2.16 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાયના દૂધમાં 1.29થી 1.36 રૂપિયા પ્રતિલીટર વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમૂલ બ્રાન્ડને બદનામ કરતો વીડિયો સામે આવતા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
Input Credit- Dharmendra Kapasi- Anand
આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:03 pm, Tue, 8 August 23