AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમૂલ બ્રાન્ડને બદનામ કરતો વીડિયો સામે આવતા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

ફરી એક વખત અમૂલ બ્રાન્ડને બદનામ કરવાનો પ્રયાસ કરતો વિડ્યો આવ્યો સામે,સોશિયલ મીડિયામાં અમૂલ દૂધની ખોટી માહિતી વાયરલ કરી,ગાંધીનગરના અડાલજ પોલીસમાં નોંધાઇ પોલીસ ફરિયાદ.

અમૂલ બ્રાન્ડને બદનામ કરતો વીડિયો સામે આવતા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
Mihir Soni
| Edited By: | Updated on: Jul 05, 2023 | 8:52 PM
Share

Ahmedabad: અમૂલ દૂધ પિતા હે ઇન્ડિયાના સ્લોગન વાળા વીડિયોની જાહેરાત આવે છે. પણ ગાંધીનગરના એક વ્યક્તિએ ‘અમૂલ દૂધ પીતા હે યુરિયા’ શબ્દો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં વીડિયો બનાવનાર લક્ષ્મીકાન્ત પરમારે ખોટી માહિતી આપીને અમૂલ બ્રાન્ડને બદનામ કરતો વીડિયો બનાવ્યો હતો અને કહી રહ્યા છે કે અમૂલ દૂધમાં યુરિયાનું સેમ્પલ મળ્યું છે અને સરકારી લેબોરેટરીમાં જાહેર થયેલા રિપોર્ટની ખોટી માહિતી જણાવી હતી જેને લઈ અમૂલ ફેડ ડેરીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા અંકિતકુમાર પરીખે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જોકે ફરિયાદમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે 30 જૂનના રોજ અમૂલ ફેડ ડેરીના રિટેલર દેવભૂમિ પાર્લર નારોલના હર્ષદભાઈ જોશી એક વીડિયો આવ્યો હતો. જે વીડિયો અમૂલ દૂધ બ્રાન્ડને બદનામ વાળો વીડિયો અમૂલફેડ ડેરીમાં સિનિયર મેનેજર અંકિતકુમાર પરીખે મોકલ્યો હતો. જે વીડિયોમાં અમૂલ દૂધના સેમ્પલ ફેઇલ હોવાનો દાવો કરીને ખોટી માહિતી આપતો વીડિયો બનાવ્યો હતો અને સાથે જ અમૂલ દૂધ લોકો માટે સેફ છે કે નહીં તેને લઈ સવાલ ઉઠાવ્યો હતો. જેથી અમૂલ દૂધ પીનારા લોકોએ સાવધાન રહેવું વીડિયોમાં કહ્યું હતું. જે વીડિયો ફેસબુક પર વાયરલ થતાં જ અમૂલ બ્રાન્ડને બદનામ કરનાર ગાંધીનગરના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો  : PSI જાડેજા બોલું છું… કહીને અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા, અપહરણ અને બળાત્કારના ગુનાના આરોપીનું કારસ્તાન

અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એસ.આઈ. મૂછાળ કહેવું છે કે હાલ અમૂલ બ્રાન્ડની પ્રતિષ્ઠાને બદનામ કરવાના હેતુથી લક્ષ્મીકાંત પરમાર રહે પ્લોટ નંબર 995/2 ,સેકટર- 7/સી એ ફેસબુક પર વીડિયો મુક્યો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ફરિયાદ લઈ તપાસ કરતા આરોપી ઘરેથી મળી નથી આવ્યો પરતું આ રીતે લક્ષ્મીકાન્ત પરમાર સોશિયલ મીડિયા પર વીડિયો મુકવાનો શોખીન હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ અમૂલ બ્રાન્ડને બદનામ કરવાનો મે મહિનામાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જે મામલે પોલીસે કાર્યવહી કરી હતી.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">